જાતિવાદ છે એને આપણે અટકાવવો પડશે : નેમાર

Published: 16th September, 2020 17:04 IST | IANS | Paris

જાતિવાદ વિશે વાત કરતાં નેમારે કહ્યું કે ‘ગઈ કાલે મને રેડ કાર્ડ આપવામાં આવ્યું ત્યારે હું ઇચ્છતો હતો કે કોઈ મારો બચાવ કરે.

નેમાર
નેમાર

તાજેતરમાં પૅરિસ સેન્ટ-જર્મન ફટુબૉલ ટીમના પ્લેયર નેમારે માર્સેલ ટીમના ગોન્ઝાલેજને લાફો મારી દીધો હતો જેના કારણમાં તેણે પોતાના પર જાતીય ટિપ્પણી થઈ હોવાનું કહ્યું હતું. જાતિવાદ વિશે વાત કરતાં નેમારે કહ્યું કે ‘ગઈ કાલે મને રેડ કાર્ડ આપવામાં આવ્યું ત્યારે હું ઇચ્છતો હતો કે કોઈ મારો બચાવ કરે. રમતી વખતે હું દરેક સવાલનો જવાબ આપવા માગું છું, પણ દેખાયા પ્રમાણે એવું લાગે છે કે હું એમાં સફળ ન થયો. અમારી ગેમમાં અગ્રેશન, એકબીજાની બદનામી સામાન્ય બાબત છે, પણ જાતિવાદ પર ટિપ્પણી સ્વીકાર્ય નથી. હું કાળો છું, મારા પિતા, દાદા, પરદાદા બધા કાળા હતા. મને મારા પર ગર્વ છે અને હું પોતાને એક અલગ વ્યક્તિ તરીકે નથી જોતો. હું ઇચ્છું છું કે મને સજા આપનાર રેફરી મારી જગ્યાએ પોતાને મૂકીને જુએ અને પછી પોતાનો પ્રતિસાદ આપે. આપણે અહીં એન્ટરટેઇનમેન્ટનું એક માધ્યમ લઈને બેઠા છીએ જેમાં મારાથી થયેલી ભૂલને હું સ્વીકારું છું, પણ સામા પક્ષે થયેલી ભૂલને પણ જે-તે પ્લેયરે સ્વીકારવી જોઈએ. જાતિવાદ છે અને આપણે એને અટકાવવો પડશે. એ માણસ મૂર્ખ છે અને મેં પણ મૂર્ખાઈ કરી. ખરું કહું તો બ્લૅક અને વાઇટ વ્યક્તિઓને એકસમાન સમજવામાં નથી આવતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK