IPL 2020: ખૂબ જ સાવચેતી અને ડિસિપ્લિન સાથે આઇપીએલ રમવી પડશે : કેન વિલિયમસન

Updated: Sep 17, 2020, 11:08 IST | IANS | New Delhi

. તે સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી રમી રહ્યો છે અને ગુરુવારે ટીમ સાથે જોડાશે

વિલિયમસન
વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનનું કહેવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમ્યાન ખૂબ જ સાવચેતી અને ડિસિપ્લિન સાથે રમવું પડશે. તે સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી રમી રહ્યો છે અને ગુરુવારે ટીમ સાથે જોડાશે. આ વર્ષે આઇપીએલ યુએઈમાં રમાઈ રહી છે. ત્યાં ચેન્નઈ સુપર કિંગ્સના ૧૩ મેમ્બર્સ કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. આ વિશે પૂછતાં કેન વિલિયમસને કહ્યું હતું કે ‘આ ખૂબ જ ખરાબ સમાચાર છે. કોઈને પણ કોરોના થયો હોય એવું તમે સાંભળવા નથી માગતા. મેં સાંભળ્યું છે તેમનો શરૂઆતનો તબક્કો છે. આથી તેઓ બીજા લૉકડાઉન પિરિયડ બાદ સાજા થઈ જશે અને ત્યાર બાદ બધુ બરાબર થઈ જશે. સમય જેમ-જેમ નજીક આવે છે તેમ-તેમ તમને થોડો ઘણો ડર લાગે છે. તમારે ખૂબ જ સાવચેતી અને ડિસિપ્લિન સાથે રમવું પડશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK