બૅન્ગલોરની પાકિસ્તાન સામેની T20 ખોરવી નાખવાની ધમકી

Published: 16th December, 2012 03:35 IST

પાકિસ્તાન સામે નાતાલના દિવસે બૅન્ગલોરમાં રમાનારી T20 સિરીઝની પ્રથમ મૅચ ખોરવી નાખવાની ધમકી શ્રી રામ સેને નામના સંગઠને ગઈ કાલે આપી હતી. આ ધમકી સાથે સંગઠને રાજ્યની બીજેપીની સરકારને આ મૅચ માટે પરવાનગી ન આપવા કહ્યું છે.બેલગામ (કર્ણાટક) :

શ્રી રામ સેનેના પ્રમુખ પ્રમોદ મુથાલિકે ગઈ કાલે આ ધમકી બાબતમાં પત્રકારોને કહ્યું હતું કે ‘રાજ્યમાં અમારા ૩૧ એકમો છે અને આ મૅચના વિરોધ માટે અમે બધા એકત્રિત થઈ રહ્યા છીએ. જે દેશ આતંકવાદને પોષતો હોય એની ટીમ સાથે આપણે રમવું જ ન જોઈએ.’

શ્રી રામ સેનેએ મૅચ ખોરવવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પચીસમી ડિસેમ્બરની મૅચની ૬૦૦ ટિકિટ ખરીદી લીધી છે અને બીજી ૧૦૦૦ ખરીદશે.

પાકિસ્તાન સામેની અમદાવાદની T20 ૨૭ને બદલે ૨૮ ડિસેમ્બરે

અમદાવાદ : પાકિસ્તાન સામેની T20  સિરીઝમાં અમદાવાદની બીજી મૅચ ૨૭ ડિસેમ્બરને બદલે ૨૮ ડિસેમ્બરે રમાશે.

૨૭ ડિસેમ્બરે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુત્તોની પુણ્યતિથિ હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એ દિવસે મૅચ ન રાખવાની વિનંતી કરી હતી જે ભારતીય બોર્ડે માન્ય રાખી હતી. બેનઝીરની ૨૦૦૭માં હત્યા થઈ હતી.

સિરીઝની પ્રથમ T20  મૅચ પચીસમી ડિસેમ્બરે બૅન્ગલોરમાં રમાશે. આ સિરીઝ પછી બન્ને દેશ વચ્ચે ત્રણ વન-ડે રમાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK