અમને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફ્ટમાં જવાની અનુમતિ નહોતી આપવામાં આવી: અશ્વિન

Published: 26th January, 2021 14:07 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

બોર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે અનેક વાર ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા હતા

રવિચંદ્રન અશ્વિને
રવિચંદ્રન અશ્વિને

બોર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે અનેક વાર ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા હતા અને હવે રવિચંદ્રન અશ્વિને અન્ય એક વાતનો ખુલાસો કરતાં કહ્યું કે ઇન્ડિયન પ્લેયર્સને સિડની ટેસ્ટ વખતે ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફ્ટમાં જવાની અનુમતિ આપવામાં નહોતી આવી.

ફીલ્ડિંગ-કોચ આર. શ્રીધર સાથે યુટ્યુબ વિડિયો-ચૅટમાં વાત કરતાં અશ્વિને કહ્યું કે ‘અમે સિડની પહોંચ્યા એટલે તેમણે અમને એકદમ કડક નિયમમાં બાંધી દીધા હતા. સિડનીમાં કેટલીક વાર તો અજીબ ઘટના બની હતી, જે ખરેખર આશ્ચર્યજનક હતી. ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા બન્ને એક જ બબલમાં હતા, પણ જ્યારે ઑસ્ટ્રેલિયન પ્લેયર લિફ્ટમાં હોય ત્યારે તેઓ ઇન્ડિયન પ્લેયર્સને જવાની અનુમતિ નહોતા આપતા. ખરેખર, અમને એ વખતે ઘણું ખરાબ લાગતું હતું. અમે એક જ બબલમાં હતા છતાં તમે બીજી વ્યક્તિ સાથે જગ્યા કે લિફ્ટ શૅર ન કરી શકો એ વાત હજમ કરવી અઘરી હતી. અમે એક જ બબલમાં રહીને જગ્યા અને લિફ્ટ શૅર કરી શકતા નહોતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK