મિશન વર્લ્ડ કપ શરૂ : કોહલી

Published: 9th November, 2014 06:12 IST

ટીમ ઇન્ડિયા દરેક મૅચમાં આક્રમક પ્રદર્શન કરશે




શ્રીલંકા વિરુદ્ધ બે શાનદાર જીત મેળવ્યા બાદ સિરીઝ જીતવા માગતા ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘૨૦૧૫ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમે આક્રમક પ્રદર્શન કરવા માગીએ છીએ. અમારે માટે દરેક મૅચ મહત્વપૂર્ણ હોય છે. અમે દરેક મૅચ નૉકઆઉટ તરીકે રમીશું, દરેક મૅચ માટે રણનીતિ બનાવીશું અને એ મુજબ રમત રમીશું. વર્લ્ડ કપ પહેલાં આ રીતની માનસિકતા જરૂરી છે, કારણ કે નૉકઆઉટ મુકાબલામાં કોઈ પણ એક મૅચમાં ખરાબ પ્રદર્શન થતાં તમે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ શકો છો. બીજી ટીમની શું તાકાત છે કે શું ખામી છે એ જોવાનો કોઈ અર્થ નથી. અમારે માત્ર અમારા પ્રદર્શન પર જ ધ્યાન રાખવાનું છે. મિશન વર્લ્ડ કપનો હવે પ્રારંભ થઈ ચૂક્યો છે.’

વર્લ્ડ કપની તૈયારી વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘અમારે આક્રમક રમત બતાવવી પડશે. દરેક મૅચ જીતવી પડશે. વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવાની છે જેથી વધુ પ્રયોગ કરવાને બદલે દરેક ખેલાડીએ પોતે શું ભૂમિકા ભજવવાની છે એમાં ઢળી શકે. અંબાતી રાયુડુની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેનામાં ૫૦ ઓવર સુધી રમી શકવાની ક્ષમતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK