અમે કોઇને પણ હળવાશથી નહીં લઇએ : વિરાટ કોહલી

Published: Nov 13, 2019, 20:40 IST | Indore

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઇંદોરમાં ગુરૂવારથી શરૂ થઇ રહેલ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પહેલા ટીમના સુકાની વિરાટ કોહલીએ પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં તેણે કહ્યું હતું કે પિંક બોલથી રમવામાં થોડી મુશ્કેલી પડશે, પણ કોઈને પણ ટીમને હળવાશથી ન લઈ શકાય.

પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન વિરાટ કોહલી
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન વિરાટ કોહલી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઇંદોરમાં ગુરૂવારથી શરૂ થઇ રહેલ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પહેલા ટીમના સુકાની વિરાટ કોહલીએ પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં તેણે કહ્યું હતું કે પિંક બોલથી રમવામાં થોડી મુશ્કેલી પડશે, પણ કોઈને પણ ટીમને હળવાશથી ન લઈ શકાય.

કોઈને હળવાશથી ન લઈ શકાય
ભારતે બાંગ્લાદેશને ટી-20 સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું, જેમાં વિરાટને આરામ આપવામાં આવ્યો હતો અને રોહિતે તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. વિરાટનું માનીએ તો, ભલે ટી-20માં આપણે સિરીઝ જીત્યા, પરંતુ બાંગ્લાદેશના બોલરોએ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યાં છે અને તેમને હલ્કામાં ન લઈ શકાય. કોઈ પણ ટીમ સારુ કરી શકે છે.પિન્ક બોલથી થશે થોડી મુશ્કેલી
ઈન્દોર બાદ બે ટેસ્ટ મેચની સીરીઝનો અંતિમ મુકાબલો કોલકતાના ઈર્ડન ગાર્ડન્સમાં થશે, જે ડે-નાઈટ ફોર્મેટમાં હશે. ભારત પ્રથમ વાર કોઈ ડે-નાઈટ ટેસ્ટ મેચનું હોસ્ટિંગ કરી રહ્યું છે, જેમાં પિન્ક બોલથી મેચ રમાશે. વિરાટે કહ્યું પિન્ક બોલથી રમતમાં થોડી મુશ્કેલી થઈ શકે છે. આ પ્રથમ જ મેચ છે અને હાલ થોડો સમય આપવાની જરૂરિયાત છે. આ પહેલા હું પિંક બોલથી રમ્યો ન હતો. આથી હું પિન્ક બોલથી રમવા ઈચ્છતો હતો અને એ તક મને આપવામાં આવી હતી. તમે અત્યાર સુધી રેડ બોલથી રમતા હોવ અને અચાનક તમારી સામે પિંક બોલ આવી જાયો તો તેના માટે તમારે વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. રેડની સરખામણીમાં હાલ પિંક બોલને પકડવો થોડો મુશ્કેલ છે.

પાંચ ટેસ્ટ સેન્ટર પર શું બોલ્યા કેપ્ટન ?
કેપ્ટન કોહલીએ કહ્યું કે ઈન્દોરમાં 2016માં થયેલી ટેસ્ટ મેચ દરમિયાન મોટા પ્રમાણમાં લોકો આવ્યા, જોકે બાકી સ્ટેડિયમમાં ઓછા લોકો આવે છે. તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને સૌથી ઉપર રાખવા માટે આ મારો વિચાર છે કે 5 ટેસ્ટ સેન્ટર હોવા જોઈએ. કોહલીએ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે દેશમાં ઓછામાં ઓછા પાંચ ટેસ્ટ સેન્ટર હોવા જોઈએ. કોહલીએ કહ્યું હતું કે દેશમાં ઓછામાં પાંચ ટેસ્ટ સેન્ટર હોવા જોઈએ, જેથી લોકોને સ્ટેડિયમ આવીને મેચ જોવા માટે પ્રેરિત કરી શકાય.

આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

બોલરોની પ્રશંસા કરી
વિરાટે કહ્યું કે ઉમેશ છેલ્લી થોડી મેચોમાં સારી બોલિંગ કરી રહ્યો છે, મોહમ્મદ શમી પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. જસપ્રીત હાલ ફિટ નથી, ઈશાત છેલ્લા બે વર્ષથી જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટેસ્ટમાં આપણી સફળતાનો રાજ લગભગ એ જ છે કે કોઈ એક જગ્યા પર સતત બોલ ફેંકવા અને બેસ્ટમેનની વિકેટ લેવી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK