Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જોફ્રા આર્ચરને હું એક ઇંગ્લિશમૅન તરીકે જોઉં છું : જેસન હોલ્ડર

જોફ્રા આર્ચરને હું એક ઇંગ્લિશમૅન તરીકે જોઉં છું : જેસન હોલ્ડર

18 June, 2020 09:31 AM IST | Manchester
Agencies

જોફ્રા આર્ચરને હું એક ઇંગ્લિશમૅન તરીકે જોઉં છું : જેસન હોલ્ડર

જેસન હોલ્ડર

જેસન હોલ્ડર


વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન જેસન હોલ્ડર અને તેના સાથી પ્લેયર કીમાર રૉચનું કહેવું છે કે તેઓ બાર્બાડોસમાં જન્મેલા ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર જોફ્રા આર્ચરને એક ઇંગ્લિશમૅન તરીકે જુએ છે. હોલ્ડરે કહ્યું કે ‘આર્ચર હવે ઇંગ્લિશમૅન છે. ગઈ કાલે મારો અને કીમાર રૉચનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો. એમાં પણ કીમારે લગભગ આ જ વાત કહી હતી. મેદાનની બહાર અમે સારા દોસ્ત છીએ, પણ જ્યારે અમે મેદાનમાં હોઈએ છીએ ત્યારે તે માત્ર એક ઇંગ્લિશમૅન હોય છે. હું ચોક્કસપણે કહી શકું છું કે તે પણ આ વાતથી સહમત થશે.’

કીમાર રૉચનું કહેવું છે કે ‘જોફ્રાએ પોતાનો નિર્ણય લીધો અને આજે તે ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમમાં રમી રહ્યો છે, પણ જ્યાં સુધી સિરીઝની વાત છે ત્યાં સુધી અમે અમારી મિત્રતાને વચ્ચે નહીં લાવીએ. આ ફક્ત ક્રિકેટ રમવાની અને જીતવાની વાત છે. અમે અમારા પ્લાન મુજબ અમારા બૅટ્સમેનો સાથે વિરોધી પક્ષને હરાવવા માટે મેદાનમાં ઊતરીશું. બાર્બાડોસમાં મેં તેને ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોયો છે અને હંમેશાં તેના ટૅલેન્ટનાં વખાણ કર્યાં છે. તે અહીં આવ્યો અને તેણે બતાવ્યું કે તે શું કરી શકે છે અને આજે તે પોતાના કરીઅરમાં બેસ્ટ સ્થાન પર છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2020 09:31 AM IST | Manchester | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK