બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય બોલર્સ સામે ઘૂંટણિયે પડેલા ઑસ્ટ્રેલિયન પ્લેયર માર્નસ લબુશેનનું કહેવું છે કે ત્રીજી ટેસ્ટ મૅચમાં વિરોધી ટીમ પર દબાણ આણવા મારી ટીમે કેટલાક બોલર્સને ટાર્ગેટ કરવા પડશે.
આ સંદર્ભે વાત કરતાં લબુશેને કહ્યું કે ‘મને લાગે છે કે તેઓ પોતાની સ્પિન અને પેસ બોલિંગની યોજના માટે ઘણા શિસ્તબદ્ધ છે. તેઓ સીધી લાઇન પર બોલિંગ કરે છે જેને લીધે અમારે વધારે ડૉટ બૉલ રમવા પડ્યા હતા અને ઓવરદીઠ માંડ બે રન બની રહ્યા હતા. અમારા માટે તેમના પર અટૅક કરવાની તક ઘણી ઓછી હતી. તેઓ કેટલીક રણનીતિ સાથે મેદાનમાં આવ્યા હતા. લેગ સાઇડ ફીલ્ડને કારણે અમારે માટે રન બનાવવા મુશ્કેલ બની રહ્યા હતા. તેમને હરાવવા અમારે બે વાતનું ધ્યાન રાખવું પડશે; એક, અમારે વધારે શિસ્તબદ્ધ થઈને રમવું પડશે અને બીજું, તેમના પર પ્રેશર આપવું પડશે.’
ઑસ્ટ્રેલિયા સામે શાનદાર જીત બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત
21st January, 2021 14:45 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTભારત આજે છ પાડોશી દેશોને મોકલશે કોરોના વેક્સીન, જાણો વધુ
20th January, 2021 13:20 ISTભારતે ભૂતાન મોકલ્યા કોરોના વેક્સિનના 1.5 લાખ ડોઝ, આ દેશોને પણ સપ્લાય કરશે
20th January, 2021 11:15 IST