રવિ શાસ્ત્રીનું કહેવું છે કે રિષભ પંત એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને ટીમ-મૅનેજમેન્ટ તેને પૂરતો સપોર્ટ કરશે. પંત તેની બૅટિંગ સ્ટાઇલ અને પર્ફોર્મન્સને લઈને સતત ચર્ચામાં રહ્યો છે. આ વિશે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘પંત એક અલગ જ પ્લેયર છે. તે ખૂબ ઘાતકી મૅચ-વિનર છે. વાઇટ-બૉલ ક્રિકેટમાં હું ફક્ત પાંચ પ્લેયરને લઈને નહીં ચાલી શકું. અમે પંત સાથે ખૂબ ધીરજથી કામ કરી રહ્યા છીએ. મીડિયા-રિપોર્ટ ગમે તે કહેતા હોય, ઇન્ડિયન ટીમમાં પંત ખૂબ સારી જગ્યાએ છે. પંત એક સ્પેશ્યલ બાળક છે. તેણે ઘણું પુરવાર કરી દીધું છે અને હવે તેણે ફક્ત થોડું શીખવાનું બાકી છે. આ ટીમ-મૅનેજમેન્ટ તેને સંપૂર્ણ સપોર્ટ કરશે.’
શાસ્ત્રીને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો : વિરાટ કોહલી
Dec 02, 2019, 12:33 ISTકુલદીપ પર કોહલી અને શાસ્ત્રી ફોકસ કરે એવી સંજય બાંગરની ઇચ્છા
Nov 29, 2019, 14:35 ISTગાંગુલી-કોહલી-શાસ્ત્રીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ : સચિન તેન્ડુલકર
Nov 22, 2019, 11:38 ISTBCCIના ચીફ તરીકે ગાંગુલી અને NCA માટે દ્રવિડ બેસ્ટ છે : રવિ શાસ્ત્રી
Oct 27, 2019, 11:40 IST