ટોક્યો ઑલિમ્પિકમાં અમે ટૉપ-4માં આવીશું : મનપ્રીત સિંહ

Published: Jan 02, 2020, 14:01 IST | Bhuvneshwar

ઇન્ડિયન હૉકી ટીમ પોતાના શાનદાર પર્ફોર્મન્સને લીધે ટોક્યો ઑલિમ્પિકમાં એન્ટ્રી મેળવી ચૂકી છે અને હવે કૅપ્ટન મનપ્રીત સિંહે સકારાત્મક વલણ સાથે કહ્યું છે કે તેઓ ટૉપ ૪મા સ્થાન પ્રાપ્ત કરશે.

મનપ્રીત સિંહ
મનપ્રીત સિંહ

ઇન્ડિયન હૉકી ટીમ પોતાના શાનદાર પર્ફોર્મન્સને લીધે ટોક્યો ઑલિમ્પિકમાં એન્ટ્રી મેળવી ચૂકી છે અને હવે કૅપ્ટન મનપ્રીત સિંહે સકારાત્મક વલણ સાથે કહ્યું છે કે તેઓ ટૉપ ૪મા સ્થાન પ્રાપ્ત કરશે. પોતાના મનની વાત કરતાં મનપ્રીતે કહ્યું કે ‘ઑલિમ્પિકની તૈયારી કરવા માટે અમારી પાસે હજી નવ મહિના છે અને અમે દરેક ટ્રેઇનિંગ સેશનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની દિશામાં પણ તૈયારી કરી રહ્યા છીએ. ચીફ કોચ ગ્રાહમ રેઇડના નેતૃત્વમાં પ્રૅક્ટિસ કરવી ખરેખર અઘરી છે અને અમને આશા છે કે તેમની આપેલી ટ્રેઇનિંગ દ્વારા અમે ઇચ્છિત રિઝલ્ટ લાવી શકશું. ટીમને સંપૂર્ણ ભરોસો છે કે એ ટોક્યો ઑલિમ્પિકમાં ટૉપ ૪માં સ્થાન બનાવી શકાશે. એક વાર અમે સેમી ફાઇનલ સુધી પહોંચી ગયા પછી ગેમ કોના પક્ષમાં જાય એ કહી ન શકાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK