IPL 2020: ખેલાડીઓ ગલી ક્રિકેટ રમી રહ્યા છે, કહે છે યે અપના ગેમ હૈ

Updated: Sep 15, 2020, 21:48 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ડ્રીમ11એ આ ટી-20 લીગથી જોડાયા બાદ ભારતીય ક્રિકેટરો સાથે પોતાની પહેલી એડ જાહેર કરી

ખેલાડીઓ કહે છે યે અપના ગેમ હૈ...
ખેલાડીઓ કહે છે યે અપના ગેમ હૈ...

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) શનિવારથી UAEમાં શરૂ થશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ વખતે સ્પોન્સર વીવોની બદલે ડ્રીમ11 છે.

ડ્રીમ11એ આ ટી-20 લીગથી જોડાયા બાદ ભારતીય ક્રિકેટરો સાથે પોતાની પહેલી એડ જાહેર કરી છે. આ એડમાં એમએસ ધોની, રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત જેવા પ્લેયર્સ છે જે મેદાનમાં નહીં પણ ગલીમાં ક્રિકેટ રમતા દેખાઈ રહ્યા છે. શિખર ધવને આ આખા વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કર્યો છે.

લગભગ દરેકે પોતાના બાળપણમાં ગલી ક્રિકેટનો અનુભવ લીધો હશે. અહીં ખુરશીની વિકેટ, ગલીની બહાર બેઠેલાને ડિસ્ટર્બ કરવું, ગટરમાંથી બોલ કાઢવો અને ચીટિંગ કે ચાલાકીની મજા જ કઈ અલગ હતી. આ વીડિયોમાં શિખર ધવન નાળામાંથી બોલ કાઢતો દેખાય છે. આ વખતે ડ્રીમ 11 આઈપીએલ થીમ સોન્ગ ‘યહ અપના ગેમ હે’ છે. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK