જાફર-નાયરે બેન્ગાલને મૅચ પર પકડ લેતું રોક્યું

Published: 2nd December, 2012 05:36 IST

બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની નવી લીગ મૅચમાં ગઈ કાલના પ્રથમ દિવસે બેન્ગાલ સામે મુંબઈએ ૭ વિકેટે ૨૬૨ રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ જાફરે (૮૦ રન, ૧૫૧ બૉલ, ૧૪ બૉલ) સફળ કમબૅક કર્યું હતું. ૪૬મા રને ત્રીજી વિકેટ પડી ગયા પછી તેની અને અભિષેક નાયર (૬૨ રન, ૧૨૮ બૉલ, ૧ સિક્સર, ૮ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી થઈ હતી.ગઈ મૅચના હીરો હિકેન શાહે ખાતું ખોલાવ્યા વગર અને કૅપ્ટન રોહિત શર્મા એક રન બનાવીને વિકેટ ગુમાવી હતી. બેન્ગાલના પેસબોલર લક્ષ્મી રતન શુક્લે ૩૫ રનમાં ચાર વિકેટ લીધી હતી. જાફર, હિકેન, રોહિત અને અંકીત ચવાણ તેના શિકાર થયા હતા. બેન્ગાલના વિકેટકીપર વૃદ્ધિમાન સહાએ બે કૅચ પકડ્યા હતા અને એક વિકેટ સ્ટમ્પિંગમાં અપાવી હતી.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

વલસાડમાં હૈદરાબાદ સામે ગુજરાત બે વિકેટે ૨૫૪ રન

રાજકોટમાં રેલવે સામે સૌરાષ્ટ્ર રવીન્દ્ર જાડેજા (૧૧૧)ની અણનમ સદી સાથે ૪ વિકેટે ૨૨૭ રન

કાનપુરમાં બરોડા ૨૫૪ રનમાં ઑલઆઉટ અને ઉત્તર પ્રદેશ વિના વિકેટે ૧૮ રન

રોહતકમાં દિલ્હી સામે હરિયાણા છ વિકેટે ૨૧૯ રન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK