Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૭ વર્ષનો વૉશિંગ્ટન સુંદર બન્યો સૌથી નાની ઉંમરમાં મૅન ઑફ ધ મૅચ

૧૭ વર્ષનો વૉશિંગ્ટન સુંદર બન્યો સૌથી નાની ઉંમરમાં મૅન ઑફ ધ મૅચ

18 May, 2017 06:47 AM IST |

૧૭ વર્ષનો વૉશિંગ્ટન સુંદર બન્યો સૌથી નાની ઉંમરમાં મૅન ઑફ ધ મૅચ

૧૭ વર્ષનો વૉશિંગ્ટન સુંદર બન્યો સૌથી નાની ઉંમરમાં મૅન ઑફ ધ મૅચ



sundar


પુણેને ફાઇનલમાં પહોંચાડવામાં વૉશિંગ્ટન સુંદરનું યોગદાન સૌથી મહત્વનું હતું. ૧૭ વર્ષના આ સ્પિનરે ૪ ઓવરમાં ૧૬ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. પોતાના આ પ્રદર્શનથી તેણે IPLમાં એકસાથે બે રેકૉર્ડ બનાવ્યા છે. તેણે સૌથી ઓછી ઉંમરમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ બનાવ્યો. ૧૭ વર્ષ ૨૨૩ દિવસમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. અત્યાર સુધી ૧૮ વર્ષ કરતાં ઓછી ઉંમરમાં કોઈ ખેલાડીને મૅન ઑફ ધ મૅચ નહોતો મળ્યો. આ સાથે તેણે વધુ એક સિદ્ધિ પણ મેળવી. IPLની  કોઈ એક ઇનિંગ્સમાં સૌથી ઓછી ઉંમરમાં ત્રણ વિકેટ લેવાનો રેકૉર્ડ પણ બનાવ્યો. તેણે કામરાન ખાનના રેકૉર્ડનો તોડ્યો. ૨૦૦૯માં કામરાને ૧૮ વર્ષ ૪૪ દિવસમાં ત્રણ વિકેટ લીધી હતી.

વૉશિંદ્ટન સુંદરનો જન્મ ૧૯૯૯માં પાંચ ઑક્ટોબરે ચેન્નઈમાં થયો હતો. ૨૦૧૬માં તેની તામિલનાડુ રણજી ટીમમાં પસંદગી થઈ હતી. અત્યાર સુધી પાંચ ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેણે ૧૨ રનની ઍવરેજથી ૮૭ રન બનાવ્યા છે અને ૭ વિકેટ લીધી છે. IPLમાં તેને રવિચંદ્રન અશ્વિનને બદલે તક મળી હતી. એક ઑલરાઉન્ડર તરીકે તે બહુ કમાલ તો નથી કરી શક્યો પરંતુ મંગળવારની મૅચ બાદ તેની ચર્ચા થઈ રહી છે. સુંદર રાઇટી ઑફ સ્પિનર છે તો બૅટિંગ ડાબા હાથેથી કરે છે. જ્યારે તેની ટીમમાં પસંદગી થઈ હતી તો વિચિત્ર નામને કારણે સોશ્યલ મીડિયામાં તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2017 06:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK