હાથ ધુઓ, સાથે નળ પણ બંધ કરો : લિયેન્ડર પેસ

Published: Mar 20, 2020, 12:40 IST | Agencies | New Delhi

ઇન્ડિયન ટેનિસ સ્ટાર પ્લેયર લિયેન્ડર પેસે લોકોને હાથ ધોવાની સાથે નળ બંધ કરવાની પણ સલાહ આપી છે.

લિયેન્ડર પેસ
લિયેન્ડર પેસ

ઇન્ડિયન ટેનિસ સ્ટાર પ્લેયર લિયેન્ડર પેસે લોકોને હાથ ધોવાની સાથે નળ બંધ કરવાની પણ સલાહ આપી છે. કોરોના વાઇરસની ભીતિને કારણે દુનિયાભરના લોકોને સ્વસ્થ અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે. ટ્વિટર પર વાત કરતાં પેસે કહ્યું કે ‘હાલના સમયમાં આપણે એક મોટી વૈશ્વિક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. આ એક એવો સમય છે જ્યારે આપણે આગળ આવીને સ્વસ્થ સોસાયટી પ્રત્યે પોતાનું યોગદાન આપીએ. ડબ્લ્યુએચઓ અને અન્ય નિયામકો દ્વારા જે સલાહ-સૂચનો આપવામાં આવ્યાં છે, આપણે એનું પાલન કરવું મહત્વનું છે. પૅનિક થવાની જરૂરત નથી, પણ આપણી આસપાસના લોકોને એજ્યુકેટ કરવું વધારે મહત્વનું છે. ખાસ કરીને આપણા ઘરના લોકોને જેમની પાસે કદાચ પૂરતી માહિતી ન હોય. હાલમાં, આપણને સતત હાથ ધોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાની આ એક સારી તરકીબ છે સાથે-સાથે હાથ ધોતી વખતે નળ બંધ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને પાણીનો વ્યય પણ આપણે અટકાવી શકીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK