લૉર્ડ્સની બાલ્કનીમાં હું એ આશાએ ઊભો હતો કે દ્રવિડ સેન્ચુરી કરશે: ગાંગુલી

Published: Jun 21, 2020, 19:44 IST | Gujarati Mid-day Correspondent | Kolkata

સૌરભ ગાંગુલી અને રાહુલ દ્રવિડ બન્ને પ્લેયરોએ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમનું ટેસ્ટ ડેબ્યુ ઇંગ્લૅન્ડ સામે કર્યું હતું

સૌરભ ગાંગુલી અને રાહુલ દ્રવિડ બન્ને પ્લેયરોએ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમનું ટેસ્ટ ડેબ્યુ ઇંગ્લૅન્ડ સામે કર્યું હતું. જોકે ગાંગુલી આ મૅચમાં પોતાની સેન્ચુરી બનાવી શક્યો હતો, પણ રાહુલ દ્રવિડ પોતાની સેન્ચુરીમાં પાંચ રન બાકી રહેતાં આઉટ થઈ ગયો હતો. આ પ્રસંગને યાદ કરતાં દ્રવિડે કહ્યું કે ‘સૌરવ ગાંગુલી ત્રીજા નંબર પર બૅટિંગ કરતો હતો અને હું સાતમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો. મને એ વખતે ઘણું ગમ્યું કે તે પોતાની સેન્ચુરી બનાવી શક્યો હતો. મારા સાઇડથી વાત કરું તો જ્યારે તે આઉટ થયો ત્યારે મને થોડું મૉટિવેશન મળ્યું કે હું પણ સેન્ચુરી કરી શકીશ.’

એ મૅચમાં ગાંગુલી ૩૦૧ બૉલમાં ૧૩૧ રન કરીને આઉટ થયો હતો. એ પ્રસંગ વિશે ગાંગુલીએ પોતે કહ્યું કે ‘હું પોતે મારા પર્ફોર્મન્સથી ખુશ થયો હતો, જ્યારે રાહુલ બૅટિંગ કરવા આવ્યો હતો ત્યારે હું ૭૦ રનની આસપાસ રહ્યો હતો. મને યાદ છે કે મેં પૉઇન્ટ દ્વારા કવર ડ્રાઇવ મારીને મારી સેન્ચુરી પૂરી કરી હતી. ટી બ્રેક પછી એક કલાક રહીને હું ૧૩૧ રન પર આઉટ થયો હતો. રાહુલ મારી પાસે આવ્યો હતો ત્યારે તે ૯૫ રને હતો. લૉર્ડ્સની બાલ્કનીમાં હું એ આશાએ ઊભો હતો કે તે પણ સેન્ચુરી કરશે. મેં તેને અન્ડર-૧૫ની ટીમમાં રણજી ટ્રોફીમાં રમતા જોયો હતો. એટલું નહીં, મેં તેને ઈડન ગાર્ડનમાં અને લૉર્ડ્સમાં રમતા જોયો હતો.‌ ખરું કહું તો મેં તેના કરીઅરને ઘણા નજીકથી જોયું છે, તે એક સારો પ્લેયર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK