Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લંકા પ્રિમીયર લીગમાં અફઘાન ખેલાડીને આફ્રિદીએ કહ્યું...

લંકા પ્રિમીયર લીગમાં અફઘાન ખેલાડીને આફ્રિદીએ કહ્યું...

02 December, 2020 01:24 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંકા પ્રિમીયર લીગમાં અફઘાન ખેલાડીને આફ્રિદીએ કહ્યું...

શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદી


ક્રિકેટના મેદાનમાં અનેકવાર બે ટીમના પ્લેયર્સ વચ્ચે બોલાચાલી થતી જોવા મળે છે. આ વખતે લંકા પ્રિમીયર લીગ (એલપીએલ)માં કેન્ડી તસ્કર્સ અને ગોલ ગ્લેડિએટર્સ વચ્ચે રમાયેલી મૅચમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદી અને અફઘાનિસ્તાનના યુવા પ્લેયર નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી. કેન્ડી તસ્કર્સે ગોલ ગ્લેડિએટર્સને હરાવી સિઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી હતી.

વાસ્તવમાં મૅચની ૧૮મી ઓવરમાં નવીનના ચોથા બૉલ પર મોહમ્મદ આમિરે ચોગ્ગો ફટકાર્યો હતો જેનાબાદ પાંચમો બૉલ ટોડ બૉલ રહ્યો હતો. આ ડોટ બૉલ બાદ નવીને આમિર આગળ જઈ બોલાચાલી કરી હતી. જોકે મૅચ પત્યા પછી ગોલ ગ્લેડિએટર્સના કૅપ્ટન શાહિદ આફ્રિદીએ નવીન સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. મૅચ પત્યા બાદ બંને ટીમના પ્લેયર્સ જ્યારે એકબીજાને મળી રહ્યાં હતા ત્યારે આફ્રિદી અને નવીન વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. સંભવત: નવીનને આફ્રિદીએ કહ્યું કે ‘બેટા, તું પેદા થયો એ પહેલાંથી હું ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સેન્ચુરી ફકટારું છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 01:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK