હું વર્લ્ડ કપ માટે તૈયાર હતો, પણ ચાર નંબરનો આઇડિયા બદલાઈ ગયો: અંબાતી રાયુડુ

Published: Sep 06, 2019, 13:14 IST | નવી દિલ્હી

અંબાતી રાયુડુનું કહેવું છે કે હું વર્લ્ડ કપ રમવા તૈયાર હતો, પરંતુ તેમનો વિચાર બદલાઈ જતાં મને પસંદ નહોતો કરવામાં આવ્યો.

અંબાતી રાયુડુ
અંબાતી રાયુડુ

અંબાતી રાયુડુનું કહેવું છે કે હું વર્લ્ડ કપ રમવા તૈયાર હતો, પરંતુ તેમનો વિચાર બદલાઈ જતાં મને પસંદ નહોતો કરવામાં આવ્યો. વર્લ્ડ કપમાં તેની જગ્યાએ મયંક અગરવાલને પસંદ કરવામાં આવતાં તેણે ઇમોશનલ થઈને ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. વીવીએસ લક્ષ્મણ અને નોએલ ડેવિડની સલાહ બાદ રાયુડુએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ વિશે વધુ જણાવતાં રાયુડુએ કહ્યું હતું કે ‘ચેન્નઈ સુપર કિંગ્સના મૅનેજમેન્ટ, લક્ષ્મણભાઈ અને નોએલભાઈએ મને સમજાવ્યું કે રિટાયરમેન્ટ લેવાનો આ યોગ્ય સમય નથી. તેઓ જે કહી રહ્યા હતા એ યોગ્ય હતું. મને પણ લાગ્યું કે મેં ૨૦ વર્ષ મહેનત કરી છે એને હું શું કામ આ રીતે જવા દઉં. હું હજી રમી શકતો હોવા છતાં રિટાયર થવાનો નિર્ણય મને પણ ખૂંચવા લાગ્યો હતો.’

આ પણ વાંચો : ટેસ્ટમાં પણ રોહિત પાસે ઓપનિંગ કરાવવું જોઈએ : સૌરવ ગાંગુલી

વર્લ્ડ કપમાં પસંદ ન કરવામાં આવ્યો એ વિશે રાયુડુએ કહ્યું હતું કે ‘મને ખૂબ જ દુખ થયું હતું. કોઈને પણ દુઃખ થયું હોત, કારણ કે એ માટે મેં ખૂબ મહેનત કરી હતી. નંબર-ફોર માટે મેં ખૂબ મહેનત કરી હતી, પરંતુ અચાનત તેમનો એ સ્લૉટ માટેનો આઇડિયા બદલાઈ ગયો હતો. તેમને કદાચ અન્ય કોઈ વસ્તુ જોઈતી હતી જેની મને ખબર નથી. મને ખૂબ દુખ થયું હતું, પરંતુ તેમણે પણ કંઈક તો વિચારીને નિર્ણય લીધો હશે. હું વર્લ્ડ કપ રમવા માટે તૈયાર જ હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK