પાકિસ્તાન ટીમ સાથે બાયો-સિક્યૉર બબલમાં રહ્યા બાદ પાકિસ્તાનનો બોલિંગ કોચ વકાર યુનુસ આખરે સાત મહિના બાદ તેની ફૅમિલીને મળી શક્યો હતો. ૪૯ વર્ષનો વકાર ઘરઆંગણે ઝિમ્બાબ્વે સિરીઝ બાદ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ ટૂર પર ગયો હતો. વકાર જોકે ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ બાદ ફૅમિલી સાથે આગામી સાઉથ આફ્રિકન સામેની સિરીઝ પહેલાં સમય પસાર કરવા વહેલો આવતો રહ્યો હતો. વકારે આ બાબતે કહ્યું હતું કે ‘મેં છેલ્લા સાત મહિનાથી મારી ફૅમિલીને જોઈ નહોતી અને તેમની સાથે થોડો સમય ગાળવા મેં ક્રિકેટ બોર્ડ પાસે પરમિશન માગી હતી અને મને મળી હતી. ક્રિકેટ જ દુનિયા નથી. જીવનમાં બીજું ઘણું બધુ મહત્ત્વનું હોય છે.’
ટીમના સતત ખરાબ પર્ફોર્મન્સ બાદ હવે કોચ
મિસ્બાહ-ઉલ-હક અને તેનું ટીમમાં સ્થાન જોખમમાં હોવા વિશે વકારે કહ્યું હતું કે ‘તમે એક ખેલાડી હો કે કોચ હો, બધુ પર્ફોર્મન્સ આધારિત જ હોય છે. જો સારો પર્ફોર્મન્સ કરશો તો તમને તકો મળી રહેશે.’
નાગદેવી સ્પોર્ટ્સ ગ્રુપની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ
18th January, 2021 15:34 ISTડીઆરએસમાં ગફલત કરતાં ટિમ પેઇન થયો ટ્રોલ
18th January, 2021 15:32 ISTશ્રીલંકા સામે ઇંગ્લૅન્ડનો વિજય નક્કી જ સમજો
18th January, 2021 15:30 ISTહાર્દિક પંડ્યાએ સ્વ. પિતા માટે લખ્યો લાગણીભર્યો પત્ર
18th January, 2021 15:28 IST