IPL 2020: BCCIએ ચાઈનીઝ કંપની વીવો સાથેની પાર્ટનરશિપ સસ્પેન્ડ કરી

Published: Aug 06, 2020, 17:13 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

વીવો IPLને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

લદાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે થયેલા તણાવની અસર IPL 2020 ઉપર પણ પડી છે. હવે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)અને ચીની કંપની વીવોએ 2020 માટેનો કરાર સસ્પેન્ડ કરી દીધો છે. એટલે કે હવે આઈપીએલ 2020 માટે વીવો આઈપીએલની મુખ્ય સ્પોન્સર રહેશે નહીં.

અહેવાલ પ્રમાણે, ગુરુવારે બીસીસીઆઈએ અને વીવો મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડે IPL 2020 માટે પોતાની પાર્ટનરશિપ સસ્પેન્ડ કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય બોર્ડ દ્વારા અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. બીસીસીઆઈ અને ચીની કંપની વીવોએ એકબીજાની સહમતિથી આ કરારને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. વિવોએ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે પાંચ વર્ષનો ૨૧૯૯ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. આને માટે એક વર્ષમાં બોર્ડને એ ૪૪૦ કરોડ રૂપિયા ચૂકવે છે.

તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ ચીની કંપની વીવો સાથે કરાર સસ્પેન્ડ કરવાના મૂડમાં ન હતી. જૂનમાં બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું હતું કે બીસીસીઆઈનો વીવો સાથે કરાર તોડવાનો કોઈ ઇરાદો નથી. તેમણે દલીલ આપી હતી કે ચીની કંપની પાસેથી જે પૈસા આવી રહ્યા છે તેના કારણે ચીનને નહીં હિન્દુસ્તાનને ફાયદો થઈ રહ્યો છે.

ગત રવિવારે યોજાયેલી આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં પણ વીવોને આઈપીએલના મુખ્ય સ્પોન્સર તરીકે યથાવત રાખી હતી. જોકે આ પછી સ્વદેશી જાગરણ મંચ અને વેપારી સંઘે બીસીસીઆઈના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ સંબંધમાં ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK