IPL 2020: BCCI ચીન પ્રોડક્ટના બહિષ્કાર બાદ IPLની સ્પૉન્સરશિપ છોડશે વિવો?

Updated: Sep 16, 2020, 16:12 IST | Agencies | New Delhi

આ વર્ષે યોજાનારી આઇપીએલ ૨૦૨૦માં વિવો ટાઇટલ સ્પૉન્સર બનશે કે નહીં એ સવાલ છે. સોશ્યલ મીડિયા પર આ વિશે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને બદલે ચાઇનીઝ પ્રીમિયર લીગ (સીપીએલ) નામ આપીને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે.

વિવો આઈપીએલ
વિવો આઈપીએલ

આ વર્ષે યોજાનારી આઇપીએલ ૨૦૨૦માં વિવો ટાઇટલ સ્પૉન્સર બનશે કે નહીં એ સવાલ છે. સોશ્યલ મીડિયા પર આ વિશે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને બદલે ચાઇનીઝ પ્રીમિયર લીગ (સીપીએલ) નામ આપીને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા ટ્રેન્ડને જોઈને વિવો પોતે સ્પૉન્સરશિપમાંથી હટી જશે એવી ચર્ચા છે. જોકે બીસીસીઆઇએ આ વિશે કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. વિવોએ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે પાંચ વર્ષનો ૨૧૯૯ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. આને માટે એક વર્ષમાં બોર્ડને એ ૪૪૦ કરોડ રૂપિયા ચૂકવે છે. જોકે ચીન અને ઇન્ડિયા વચ્ચે લદાખમાં થયેલા મતભેદને લઈને વિવો આ વર્ષે ટાઇટલ સ્પૉન્સર નહીં કરે એવી ચર્ચા છે અને એનાં બાકીનાં ત્રણ વર્ષને એ ૨૦૨૧થી ૨૦૨૩ દરમ્યાન સ્પૉન્સર કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રએ કહ્યું હતું કે ‘આ સમયે સ્ટેટસમાં કોઈ ચેન્જ નથી. અમે સમજી શકીએ છીએ કે આ સમયે કોઈ પણ વ્યક્તિ ફાઇનૅન્શિયલી મુશ્કેલીમાં હોય. બીસીસીઆઇના પૉઇન્ટ ઑફ વ્યુથી જોઈએ તો માર્કેટ સિચુએશન ગમે એટલી ખરાબ કેમ ન હોય એમાં કોઈ ચેન્જ કરવામાં નથી આવતો. આ વિશે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય લેશે. આ માટે બન્ને કૉન્ટ્રૅક્ટમાં બંધાયેલા છે અને એ માટે બન્ને પાર્ટી બેસીને ચર્ચા કરશે. બીસીસીઆઇમાં રોજેરોજ થોડા-થોડા ફેરફાર થતા રહે છે. કોઈએ કંઈ સાંભળ્યું હશે અને ડરીને એને મોટો મુદ્દો બનાવી દીધો છે. જોકે આ વિશે કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ટાઇટલ સ્પૉન્સર બદલાશે તો એના વિશે જાહેરાત કરવામાં આવશે.’

એક લીડિંગ ફ્રૅન્ચાઇઝીના ઑફિશ્યલને આ વિશે ફોન કરવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં બીસીસીઆઇના ઑફિશ્યલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘હા એ વાત સાચી છે કે એ વ્યક્તિના બીસીસીઆઇ સાથે સારા સંબંધ છે અને તેણે તેના માલિકને પણ ફોન કરીને કહ્યું હતું કે વિવો કદાચ આ ટુર્નામેન્ટને સ્પૉન્સર નહીં કરે. જોકે આ વિશે હજી કંઈ ફાઇનલ થયું નથી. જે પણ સ્ટેટસ હોય, આ પ્રકારના સિરિયસ ઇશ્યુને બીસીસીઆઇ જરૂર પડ્યે તમામ ફ્રૅન્ચાઇઝી સાથે મળીને નિર્ણય લેશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK