વિવોની એક્ઝિટને ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ ન કહી શકાય : સૌરવ

Published: Aug 10, 2020, 20:09 IST | IANS | New Delhi

કેટલાક દિવસ પહેલાં વિવોને આઇપીએલના ટાઇટલ સ્પૉન્સરની જવાબદારીમાંથી છૂટી કરવામાં આવી હતી.

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે સ્પૉન્સર તરીકે વિવોની કરવામાં આવેલી હકાલપટ્ટીને ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ ન કહી શકાય. કેટલાક દિવસ પહેલાં વિવોને આઇપીએલના ટાઇટલ સ્પૉન્સરની જવાબદારીમાંથી છૂટી કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે ‘આ ઘટનાને હું ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ ન કહી શકું. પ્રોફેશનલ કામકાજ કરીને તમે આગળ વધી શકો છો. કોઈ પણ મોટી ઘટના રાતોરાત નથી બનતી. દરેક મોટી ઘટનાને મોટું સ્વરૂપ લેતાં સમય લાગે છે. લાંબા સમયથી ચાલતી તમારી મહેનત તમને જીત પણ અપાવી શકે છે અને હરાવી પણ શકે છે. તમારે અનેક વિકલ્પો સાથે લઈને ચાલવું પડે છે. સેન્સિબલ માણસો અને સેન્સિબલ બ્રૅન્ડ આ પ્રકારનાં કામ કરે છે. આ પ્રકારનાં કામ કરવામાં ભારતીય ક્રિકેટ બોર્ડ પણ ઘણું નિપુણ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK