જોઈ ન શક્તો પાકિસ્તાની ક્રિકેટ-કૅપ્ટન ભૂલથી ફિનાઇલ પી ગયો

Published: 9th December, 2012 06:27 IST

બૅન્ગલોર : જોઈ ન શક્તા પ્લેયરોનો બૅન્ગલોરમાં T20 વર્લ્ડ કપ ચાલે છે અને એમાં રમવા આવેલી પાકિસ્તાની ટીમના ૨૮ વર્ષની ઉંમરના કૅપ્ટન ઝીશાન અબ્બાસીએ ગઈ કાલે હોટેલમાં બ્રેકફાસ્ટ દરમ્યાન ભૂલમાં મિનરલ વૉટરની બૉટલ માનીને ફિનાઇલની બૉટલ ઉપાડી હતી અને એના થોડા ઘૂંટ પીધા હતા.


Zeeshan Abbasi, Visually impaired Pakistani cricketer


તેને તરત ઊલ્ટી થવા લાગી હતી અને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને થોડા કલાકની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

હોટેલના મૅનેજમેન્ટે પાકિસ્તાની ટીમની માફી માગી હતી અને પ્લેયરોના બ્રેકફાસ્ટના ટૅબલ પર ફિનાઇલની બાટલી કેવી રીતે આવી એની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે હોટેલની બૅન્ક્વેટ ટીમનો એક મેમ્બર બ્રેકફાસ્ટના ટેબલ પર ફિનાઇલની બૉટલ ભૂલી ગયો હતો.

પાકિસ્તાની ટીમના મૅનેજમેન્ટે તેમ જ વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે આ ભૂલ બદલ હોટેલના મૅનેજમેન્ટની માફી સ્વીકારી લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK