વિરાટની આક્રમકતા ટીમને ટોચ પર લઈ જશે : હરભજન

Published: Jul 03, 2016, 06:19 IST

ટીમ ઇન્ડિયાના સિનિયર સ્પિનરને લાગે છે કે ખરી બૉડી-લૅન્ગ્વેજ સાથે મેદાનમાં ઊતરીને જીતવા માટે જોમથી રમવાનો જુસ્સો નૅશનલ ટેસ્ટ ટીમના કૅપ્ટન પાસે છેઅનુભવી લેગ સ્પિનર હરભજન સિંહ માને છે કે ભારતીય ટેસ્ટ ટીમના વર્તમાન કૅપ્ટન વિરાટ કોહલીનું અગ્રેસન નૅશનલ ક્રિકેટ ટીમને મુશ્કેલ શિખરો સર કરવામાં મદદરૂપ બનશે.

એક ટીવી-શોમાં હરભજને કહ્યું હતું કે ‘વિરાટ કોહલીનો વ્યવહાર વખાણવાલાયક છે. ભારતીય ક્રિકેટ ટીમે એવી જ રીતે આગળ વધવું જોઈએ. ખરી બૉડી-લૅન્ગ્વેજ સાથે મેદાનમાં ઊતરો અને જીત મેળવવા ભરપૂર જોમ સાથે દેશ માટે રમો. આપણે આવા સ્પિરિટની જરૂર છે અને વિરાટ કોહલી પાસે એ છે.’

હરભજને ઉમેર્યું હતું કે એ જુસ્સો તેનો પોતાનો હોય કે તેણે કદાચ મારી પાસેથી મેળવ્યો હોય, પણ મને લાગે છે કે ભારતીય ક્રિકેટને ઊંચાઈ પર લઈ જવા માટે એ બહુ જ સારો સંકેત છે. તાજેતરમાં નૅશનલ ક્રિકેટ ટીમના કોચ તરીકે પસંદગી પામેલા અને પોતાના ભૂતપૂર્વ ટીમ-મેટ અનિલ કુંબલે વિશે વાત કરતાં ઑફ સ્પિનર હરભજને કહ્યું હતું કે ‘અનિલભાઈનો હું બહુ આદર કરું છું. હું તેમની સાથે ઘણાં વર્ષ રમ્યો છું. ક્યારેય હાર ન માનવી એ હું તેમની પાસેથી શીખ્યો છું. અનિલભાઈ ગંભીર પ્રકૃતિના ક્રિકેટર છે. મારા તોફાની સ્વભાવની તેમને ખબર છે. તેમને મારાથી કોઈ પ્રૉબ્લેમ હોય એવું મને નથી લાગતું.’

ભજ્જીએ ઑસ્ટ્રેલિયાન કોચ ડૅરેન લીમન સાથેના કિસ્સાને સંભારતાં કહ્યું હતું કે ‘હું બૅટિંગ કરતો હતો અને લીમન સતત સ્લેજિંગ કરતો હતો. તેનું પેટ મોટું હતું અને તેની ફાંદ શક્તિ કપૂરની ફાંદની માફક લટકતી દેખાતી હતી. તેના સ્લેજિંગથી મને એટલો ત્રાસ થયો હતો કે મેં તેના પેટ સામે આંગળી ચીંધીને પૂછેલું કે તું પ્રેગ્નન્ટ છે? લીમને એ વાત શેન વૉર્નને કરી ત્યારે વૉર્ન ખડખડાટ હસી પડ્યો હતો. મેં એવું કહેલું ખરું એવું વૉર્ને મને પૂછ્યું હતું... વેલ, ખેલાડીઓનાં પેટ મોટાં ન હોવાં જોઈએ.

શ્રીસાન્તને લાફો મારવાની કુખ્યાત ઘટના વિશે હરભજને ફરી કહ્યું હતું, ‘આઇ ઍમ સૉરી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK