BCCIએ પૂછ્યું કોની હેર સ્ટાઈલ છે કૂલ, ફૅન્સે લીધું આ ખેલાડીનું નામ

મુંબઈ | Jun 20, 2019, 15:17 IST

ICC World Cup 2019 બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક ફોટો કોલાજ શૅર કરતા ક્રિકેટ ફૅન્સથી પૂછ્યું કે એમને કઈ ખેલાડીની હેર સ્ટાઈલ કૂલ લાગી રહી છે તો ફૅન્સે મજેદાર જવાબ આપ્યો.

BCCIએ પૂછ્યું કોની હેર સ્ટાઈલ છે કૂલ, ફૅન્સે લીધું આ ખેલાડીનું નામ
ધોની, ચહલ, પંડ્યા અને કોહલી

ICC World Cup 2019 બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક ફોટો કોલાજ શૅર કરતા ક્રિકેટ ફૅન્સથી પૂછ્યું કે એમને કઈ ખેલાડીની હેર સ્ટાઈલ કૂલ લાગી રહી છે તો ફૅન્સે મજેદાર જવાબ આપ્યો. એક ફૅને લખ્યું કે તમે પહેલા જ કૂલ લખીને હિન્ટ આપી દીધી છે, હવે જવાબ તો તમને ખબર જ હશે. વધારે ફૅન્સે પ્રભાવશાળી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લીધુ. કેટલાક ફૅન્સે તો ધોનીની અલગ હેર સ્ટાઈલવાળી તસવીર પર શૅર કરી દીધી.

 

 

બીસીસીઆઈએ ગુરૂવારે ટ્વિટ પર પોસ્ટ શૅર કરતા ફૅન્સને સવાલ પૂછ્યો કે એમને કયા ક્રિકેટરની હેર સ્ટાઈલ સૌથી વધારે પસંદ આવી રહી છે. બીસીસીઆઈએ સવાલની સાથે જ એક ફોટો કોલાજ પણ શૅર કર્યો. આ કોલાજમાં હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની દેખાઈ રહ્યા છે.

 

 

બીસીસીઆઈની પોસ્ટમાં આ બધા ખેલાડીઓની અલગ હેર સ્ટાઈલ દેખાડવામાં આવી છે. બીસીસીઆઈના આ સવાલનો જવાબ આપવા માટે ફૅન્સમાં ઉત્સાહ વધી ગયો. બીસીસીઆઈના ટ્વિટને જોતા જ 17 હજાર વાર રિટ્વિટ કરવામાં આવ્યા અને એને 35 હજારથી વધારે લોકોએ લાઈક કરી છે.

એક ફૅને બીસીસીઆઈને જવાબમાં લખ્યું કે તમે પોતાની પોસ્ટમાં જ 'કૂલ' લખીને હિન્ટ આપી દીધી છે કે કોની હેર સ્ટાઈલ કૂલ દેખાઈ રહી છે. એમણે લખ્યું કે જે છેલ્લા 15 વર્ષથી કૂલ રીતે ક્રિકેટ રમી રહ્યા છે એની હેર સ્ટાઈળ કૂલ છે. એક ફૅને ફિરકી લેતા લખ્યું કે આ બધાએ ટેન્ડર ભર્યું હતું કે બધાની એક જેવી હેર સ્ટાઈલ છે.

આ પણ વાંચો : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

એક ફૅનએ લખ્યું કે કાલે રાત્રે આ બધા કટિંગ અને શેવિંગ કરતા હતા. આ લોકોથી મૉડલિંગ પણ કરાવી લો. સૌથી વધારે જવાબ મહેન્દ્ર સિંહ ધોનીના પક્ષમાં આવ્યા. વિરાટ કોહલીની હેર સ્ટાઈલ પણ ફૅન્સને ઘણી પસંદ આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK