વિરાટ કોહલીને વન-ડેના બેસ્ટ પ્લેયરનો એવોર્ડ

Published: 16th September, 2012 09:24 IST

કોહલીએ છેલ્લા ૧૨ મહિના દરમ્યાન ૩૧ વન-ડેમાં ૮ સેન્ચુરી અને ૬ હાફ સેન્ચુરીની મદદથી ૬૬.૬૫ની બૅટિંગઍવરેજે ૧૭૩૩ રન બનાવ્યા હતા.ગઈ કાલે કોલંબોમાં આઇસીસીના સમારંભમાં ૨૦૧૧-’૧૨ના વર્ષનો વન-ડે ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ જીતી લીધા પછી વિરાટ કોહલી. તેણે આ પુરસ્કાર માટેની હરીફાઈમાં ધોની, મલિન્ગા અને સંગકારાને પાછળ રાખી દીધા હતા.
સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ, ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ અને પીપલ્સ ચૉઇસ અવૉર્ડ શ્રીલંકાના કુમાર સંગકારા (ડાબે)ને મળ્યા હતા. પહેલા બન્ને મુખ્ય પુરસ્કારો માટે સંગકારાએ હાશિમ અમલા, વનોર્ન ફિલૅન્ડર માઇકલ ક્લાર્કને હરાવી દીધા હતા. વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર સુનીલ નારાયણને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યરનો, રિચર્ડ લીવીને T20 ઇન્ટરનૅશનલ પર્ફોર્મન્સ ઑફ ધ યરનો, ડેનિયલ વેટોરીને સ્પિરિટ ઑફ ક્રિકેટ અને કુમાર ધર્મસેનાને અમ્પાયર ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો હતો. તસવીરો : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK