Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેપ્ટન કોહલી સહિત આ ક્રિકેટર્સે અજીબ રીતે પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ

કેપ્ટન કોહલી સહિત આ ક્રિકેટર્સે અજીબ રીતે પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ

11 August, 2019 04:34 PM IST |

કેપ્ટન કોહલી સહિત આ ક્રિકેટર્સે અજીબ રીતે પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ

કેપ્ટન કોહલી સહિત આ ક્રિકેટર્સે અજીબ રીતે પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ


આખરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના સ્ટાર પ્લેયર્સે બોટલ કેપ ચેલેન્જ સ્વીકારી અને તેને પૂરી કરી. વિરાટ કોહલીએ શનિવારે ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયો અપલોડ કરતાની સાથે કેપ્શન આપ્યું હતું, ક્યારેય ન કરવા કરતા મોડુ કરવું સારૂ #BOTTLECAP CHALLENGE. વિરાટ કોહલી સાથે ભારતીય ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પણ બોટલકેપ ચેલેન્જ પૂરી કરી હતી.

વિરાટ કોહલીએ 15 સેકેન્ડનો વીડિયો શૅર કર્યો હતો. વિરાટ કોહલી બેટ પકડી બોટલની સાથે ઉભા જોવા મળી રહ્યાં છે અને ત્યારબાદ બેટથી બોટલ ખોલી નાખે છે. આ વીડિયોની મજેદાર વાત એ છે કે, બેકગ્રાઉન્ડમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીની કોમેન્ટ્રી સંભળાઈ રહી છે. છેલ્લા કેટલાક સમય પછી ઘણા બોલીવુડ સ્ટાર્સે પણ બોટલકેપ ચેલેન્જ પૂરી કરી હતી.



આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ ગાયું આ ફેમસ ગીત, જુઓ વીડિયો


શિખર ધવન અને યુવરાજ સિંહે પણ અનોખા અંદાજમાં બોટલકેપ ચેલેન્જ સ્વીકારી હતી. શિખર ધવન અને યુવરાજ સિંહે બોલને શોટ મારીને બોલ વડે બોટલની કેપને દૂર કર્યું અને બોટલકેપ ચેલેન્જ પૂરી કરી છે. ભારતીય ક્રિકેટર્સ સાથે અન્ય સ્પોર્ટ્સ પર્સને પણ બોટલકેપ ચેલેન્જ પૂરી કરી છે. ભારતીય શૂટર હીના સિધૂ, બોક્ષર મેરી કોમએ પણ બોટલ કેપ ચેલેન્જ પૂરી કરી. ઈંગ્લેન્ડના સ્ટાર બોલર જોફરા આર્ચરે પણ બોટલકેપ ચેલેન્જ પૂરી કરી.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 04:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK