Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Virat-Anushka સમુદ્ર કિનારે મસ્તીના મુડમાં જોવા મળ્યા, વાઈરલ થયા ફોટોઝ

Virat-Anushka સમુદ્ર કિનારે મસ્તીના મુડમાં જોવા મળ્યા, વાઈરલ થયા ફોટોઝ

11 September, 2019 03:49 PM IST |

Virat-Anushka સમુદ્ર કિનારે મસ્તીના મુડમાં જોવા મળ્યા, વાઈરલ થયા ફોટોઝ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા


બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફિલ્મી દુનિયાથી દૂર પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. અનુષ્કા શર્મા ઘણી વાર પતિ વિરાટ કોહલી સાથે ટૂર પર જોવા મળે છે. અનુષ્કા વિરાટ સાથે તેની ઓફિશિયલ ટૂર હોય કે પર્સનલ વેકેશન પર સાથે રહે છે. અનુષ્કા શર્મા તેનો મહત્તમ સમય વિરાટ સાથે વિતાવે છે. ટીમ ઈન્ડિયા સાથે ઓફિશિયલ ટૂર પર સાથે રહેવાના કારણે ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે આ કપલને ટ્રોલિંગનો કોઈ ફરક પડતો નથી. બન્ને લાઈમ લાઈટને એન્જોય કરી રહ્યાં છે અને અવાર નવાર તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે.

 
 
 
View this post on Instagram

वॉटर बेबी ?

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onSep 11, 2019 at 1:04am PDT




વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો શૅર કર્યો જે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોઝમાં બન્ને બીચ પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફોટોમાં વિરાટ કોહલી શર્ટલેશ જોવા મળી રહ્યો છે જ્યારે અનુષ્કા શર્મા બિકનીમાં દેખાઈ રહી છે. ફોટોમાં બન્ને ફની એક્સપ્રેશન આપી રહ્યાં છે. વિરાટના ફોટો પર ફેન્સ પસંદ કરી રહ્યાં છે. કોઈ રબને બના દી જોડીનો ટેગ આપી રહ્યા છે તો કોઈ હોટ કપલ કહી રહ્યું છે. વિરાટના ફોટો પર અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શૅર કર્યા હતા જેમાં તે સમુદ્ર કિનારે બિકિનીમાં નજર આવી રહી છે


ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2 દિવસ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પરથી પરત ફરી છે. બન્ને એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ રમવા માટે કેરિબિયન આયરલેન્ડ પ્રવાસ પર હતી જ્યાં અનુષ્કા શર્મા પતિ વિરાટ સાથે સમય પસાર કરવા પહોંચી હતી.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 03:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK