અમારામાં કૉમન સેન્સનો અભાવ હતો : કોહલી

Published: 11th October, 2011 21:16 IST

ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં માત્ર ૧૧ રન કરીને આઉટ થયેલા વિરાટ કોહલીએ બૅન્ગલોરના બૅટ્સમેનોને ખૂબ વખોડી કાઢ્યા. કોહલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની ટીમ વિશે ટીકા કરતા જણાવ્યું હતું કે ‘અમે પાંચ મહિનામાં બીજી વખત (આઇપીએલ પછી ચૅમ્પિયન્સ લીગમાં પણ) ટ્રોફીથી વંચિત રહ્યા અને રનર્સ-અપ બન્યા.ચેન્નઈ: રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની ચૅમ્પિયન્સ લીગની ફાઇનલ જીતવા માટે ફેવરિટ ગણાતી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો પરાજય થયો ત્યાર બાદ એ પરાજિત ટીમના મુખ્ય બૅટ્સમેનોમાંના એક અને આખી ટુર્નામેન્ટમાં થર્ડ હાઇએસ્ટ ૨૩૨ રન બનાવનાર વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની ટીમ વિશે ટીકા કરતા જણાવ્યું હતું કે ‘અમે પાંચ મહિનામાં બીજી વખત (આઇપીએલ પછી ચૅમ્પિયન્સ લીગમાં પણ) ટ્રોફીથી વંચિત રહ્યા અને રનર્સ-અપ બન્યા. મુંબઈ ઇન્ડિયન્સ સામેની ફાઇનલમાં જો અમારા બૅટ્સમેનો થોડી સમજદારીથી રમ્યા હોત તો અમે જીતી જ ગયા હોત. છેલ્લી ચાર મૅચથી અમે બહુ સારી બૅટિંગ કરતા હતા. ચેન્નઈની સ્લો અને લો પિચ પર મુંબઈ સામે ટૉસ નર્ણિાયક જરૂર બન્યો હતો, પરંતુ અમારા બૅટ્સમેનોમાં કૉમન સેન્સનો જ અભાવ હતો.’

મલિન્ગા પર ભજી ફિદા

હરભજને કહ્યું હતું કે ‘અમે ફાઇનલમાં મરતે દમ તક લડવાનો સંકલ્પ કર્યો હતો અને જીતીને જ રહ્યા. મલિન્ગા આખી ટુર્નામેન્ટમાં સુપર્બ રમ્યો. તેના જેવો
બોલર હોવા બદલ મુંબઈ બહુ લકી છે’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK