Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યૂટ, યાદ કરી એ રાત અને રેસ

ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યૂટ, યાદ કરી એ રાત અને રેસ

12 September, 2019 03:36 PM IST |

ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યૂટ, યાદ કરી એ રાત અને રેસ

ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યૂટ, યાદ કરી એ રાત અને રેસ


ભારતીય ક્રિકેટ ટીમમાં રહેવા માટે ફિટનેસ હવે મહત્વનું પાસુ બન્યું છે. સતત થઈ રહેલી સિરીઝ વચ્ચે પ્લેયર્સ માટે 100 ટકા ફીટ રહેવું કઠીન અને ચેલેન્જીંગ છે. આ ચેલેન્જને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો છે. વિરાટ કોહલીએ તેમની સાથે ટીમને પણ આ ચેલેન્જને સ્વીકારવા અને તેમા તેમને પાસ કરાવવાની જવાબદારી પણ સ્વીકારી છે.




વિરાટ કોહલીએ ગુરૂવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યા હતા. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં વિરાટ અને ધોની બન્ને ક્રીઝ પર છે. વિરાટ કોહલી જીતનો જશ્ન મનાવી રહ્યાં છે અને લાગી રહ્યું છે કે ધોનીને બેટથી સેલ્યૂટ કરી રહ્યાં છે. ફોટો અપલોડ કરતા વિરાટ કોહલીએ લખ્યું હતું કે, 'એ મુકાબલો જેને હું ક્યારેય ભૂલી ન શકું, ખાસ રાત. આ વ્યક્તિ જેમણે મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો.' વિરાટ કોહલીએ ધોનીને પણ ટેગ કર્યો હતો. 

આ પણ વાંચો: ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારીના ભાગરૂપે ભારતની હૉકી ટીમ બેલ્જિયમની ટૂર પર


ઉલ્લેખનીય છે કે આ ફોટો 2016માં 26 માર્ચે રમાયેલી T-20નો છે. આ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે મોહાલી મેદાન પર રમાયો હતો જેમાં વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવ્યા અને ભારતે મેચ 6 વિકેટે જીતી. આ મેચમાં ધોનીએ છેલ્લી ઓવરની પહેલી બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. આ મેચમાં વિરાટ-ધોની વચ્ચે 67 રનની પાર્ટનરશીપ થઈ હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોની પણ તેમની ફિટનેસ માટે જાણીતા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 03:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK