Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > INDvsAUS: 'વી મિસ યૂ ધોની'ના બેનર પર વિરાટ કોહલીએ આપ્યું આ રિએક્શન

INDvsAUS: 'વી મિસ યૂ ધોની'ના બેનર પર વિરાટ કોહલીએ આપ્યું આ રિએક્શન

08 December, 2020 05:38 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

INDvsAUS: 'વી મિસ યૂ ધોની'ના બેનર પર વિરાટ કોહલીએ આપ્યું આ રિએક્શન

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


ભારત (India) અને ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની સીરીઝની બીજી ટી20 સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવામાં આવી. આ મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી. પહેલી ટી20 મેચ ભારતે 11 રન્સથી જીત હાંસલ કરી હતી. આની સાથે જ ટીમ ઇન્ડિયાએ વનડે સીરીઝનો બદલો લેતા ઑસ્ટ્રેલિયા પાસેથી ટી20 સીરીઝ છીનવી લીધી છે. સીરીઝની ત્રીજી મેચ આજે એટલે કે 8 ડિસેમ્બરના રોજ સિડનીમાં રમાઇ. બીજી ટી20 મેચ ખૂબ જ રોમાંચક હતી. બન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થઈ. આ મેચ દરમિયાન કેટલાક ચાહકો મહેન્દ્ર સિંગ ધોનીના નામનું બેનર લાવ્યા હતા. આ બેનર જોઇને વિરાટ કોહલીએ જે પ્રકારનું રિએક્શન આપ્યું છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

હકીકતે બીજી ટી20 મેચ દરમિયાન કેટલાક ચાહકો બેનર લઈને આવ્યા. બેનર પર લખ્યું હતું, "વી મિસ ધોની."આ બેનર જોઇને વિરાટ કોહલીએ ઇશારામાં જવાબ આપ્યો... મી ટૂ... વિરાટ કોહલીનો આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



મહેન્દ્ર સિંહ ધોનીના લગભગ દરેક ખેલાડી સાથે સારા સંબંધો રહ્યો છે. વિરાટ કોહલી સાથે ધોનીની બૉન્ડિંગ વધારે જ સારી છે. વિરાટ કોહલીના કૅપ્ટન બન્યા પછી પણ ઘણીવાર તે મેદાન પર ધોનીની સલાહ લેતો જોવા મળ્યો છે. એવામાં ધોનીના સંન્યાસ લીધા પછી વિરાટ પણ તેને મિસ કરી રહ્યો છે.



જણાવવાનું કે મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે 15 ઑગસ્ટના ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જો કે, તેના પછી તે ઇન્ડિયનલ પ્રીમિયરલ લીગની 13મી સીઝનમાં રમતો જોવા મળ્યો હતો. ધોની ચેન્નઇ સુપર કિંગ્સનો કૅપ્ટન હતો. જો કે, આ વર્ષે તેની ટીમની પર્ફોર્મન્સ ખૂબ જ ખરાબ રહી. ટીમ આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર પ્લેઑફમાં ક્વૉલિફાઇ ન કરી શકી. ધોનીની બૅટિંગ અને કૅપ્ટનશિપમાં કંઇ ખાસ દમ દેખાયું નહીં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,266 રન્સ બનાવીને ધોની રિટાયર થયો. આમાં 108 હાફ સેન્ચુરી અને 16 સેન્ચુરી સામેલ છે. પોતાના 16 વર્ષના કરિએરમાં 39 વર્ષીય ધોનીએ ટીમ ઇન્ડિયાને ત્રણેય આઇસીસી ખિતાબ અપાવ્યા છે. તે ગેમને વિકેટની પાછળથી પારખતો હતો. જ્યાં સુધી કોહલીની વાત છે તો તેણે 2017ની શરૂઆતમાં ફુલટાઇમ કૅપ્ટનશિપ સાચવી. ટીમ તેની કૅપ્ટનશિપમાં સતત સારું પરફૉર્મ કરી રહી છે, પણ કોગલીની નજર આગામી ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતવા પર હશે.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 05:38 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK