World Cup 2019 : ઇંગ્લેન્ડ સામેની હાર પર કોહલીએ પિચ પર ઉઠાવ્યા સવાલો

Published: Jul 01, 2019, 20:05 IST | London

ભારતની હાર બાદ સુકાની વિરાટ કોહલીએ પિચ અને બાઉન્ડ્રી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ નાની બાઉન્ડ્રી અને સપાટ પિચનું બાનું આપીને હારમો ટોપલો ઢોળ્યો હતો.

File Photo
File Photo

London : ઇંગ્લેન્ડ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારતને 31 રને હરાવીને પોતાની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આમ ભારત ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ હાર્યું હતું. ભારતની હાર બાદ સુકાની વિરાટ કોહલીએ પિચ અને બાઉન્ડ્રી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ નાની બાઉન્ડ્રી અને સપાટ પિચનું બાનું આપીને હારમો ટોપલો ઢોળ્યો હતો.

આ મેચમાં ટોસનો કોઇ મોટો રોલ ન હતો
: કોહલી
ઇંગ્લેન્ડમાં એજબેસ્ટનની પિચ અને બાઉન્ડ્રી પર પ્રશ્નો ઉભા કરતા કહ્યું કે મેચમાં પહેલા બેટિંગ કરીને સારો સ્કોર કરવો આ મેચ માટે મહત્વપૂર્ણ હતો
, ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે બાઉન્ડ્રી નાની હોય. સંયોગથી 59 મીટર આ ટૂર્નામેન્ટમાં ન્યૂનતમ બાઉન્ડ્રીની સીમાની અંદર આવે છે. ફ્લેટ પિચ પર આ હોવું અજીબ છે. આ અમારો પહેલો અનુભવ હતો. તે ગજબ છે કે વસ્તુ ખુદ આમ થઈ રહી છે. મને નથી લાગતું કે ટોસનો કોઈ મોટો રોલ હતો. અમારે સારી બેટિંગ કરવાની જરૂર હતી, ઈંગ્લેન્ડના બોલરોએ પોતાના પ્લાન પર કામ કર્યું અને સારી બોલિંગ કરી. મેચમાં સ્પિનરોની ધોલાઈના સવાલ પર વિરાટ બોલ્યો, 'જો બેટ્સમેન તમને 59 મીટરની બાઉન્ડ્રીમાં પર 6 રન માટે સ્વિપ કરી રહ્યાં છે તો એક સ્પિનર તરીકે તમે વધુ નકરી શકો. નાની બાઉન્ડ્રીને કારણે રન રોકવા વધુ મુશ્કેલ હતા.'

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

અંતિમ 10ઓવરોમાં ભારતીય ટીમની ધીમી બેટિંગ પર ઉઠી રહેલા સવાલો પર કોહલીએ કહ્યું, 'જ્યારે અમારે 15 રન પ્રતિઓવરની આસપાસ જરૂર હતી તો બાઉન્ડ્રી આવી રહી ન હતી.કારણ કે તે સારી જગ્યા પર બોલિંગ કરી રહ્યાં હતા.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK