વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, અઝહરુદ્દીનને આ મામલે પાછળ છોડ્યો

Published: Jun 27, 2019, 19:39 IST | Manchester

વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીએ જ્યારે પોતાની અડધી સદી પૂરી કરી તો તે ભારતનો પહેલો એવો સુકાની બની ગયો છે જેણે વિશ્વકપમાં સતત 4 મેચોમાં ચાર અડધી સદી ફટકારી હોય.

Manchester : ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ 2019માં અનેક રેકોર્ડ બન્યા છે અને તુટ્યા પણ છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીએ જ્યારે પોતાની અડધી સદી પૂરી કરી તો તે ભારતનો પહેલો એવો સુકાની બની ગયો છે જેણે વિશ્વકપમાં સતત 4 મેચોમાં ચાર અડધી સદી ફટકારી હોય. વિરાટ કોહલીએ 55 બોલમાં 50* રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી.

કોહલીએ આ રેકોર્ડમાં અઝરૂદ્દીને પાછળ છોડ્યો
મહત્વની વાત એ છે કે વિરાટ કોહલીએ સુકાની તરીકે મોહમ્મદ અઝહરુદ્દીનની વિશ્વ કપમાં સતત 3 અડધી સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં
, વિરાટ કોહલી એશિયાનો પણ પહેલો સુકાની બની ગયો છેજેણે વિશ્વ કપમાં સતત 4 વખત 50થી વધુની ઈનિંગ રમી છે. આ મામલામાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચની બરોબરી કરી લીધી છે. જેણે સતત 4 વખત 50 રનથી વધુની ઈનિંગ રમી છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વિરાટ કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 20 હજાર રન કરનાર ખેલાડી બન્યો
ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો. કોહલીએ આ મેચમાં 37 રન બનાવતા જ 417 ઈનિગંમાં (131 ટેસ્ટ, 224 વનડે અને 62 ટી20)માં 20 હજાર રનનો આંકડો પાર કર્યો છે. આ મુકામ પર પહોંચનારો તે 12મો બેટ્સમેન અને ત્રીજો ભારતીય બની ગયો છે.  કોહલીથી વધુ રન સચિન (34357) અને રાહુલ દ્રવિડ  (24208)એ બનાવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK