Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલી આ અવૉર્ડનો હકદાર હતો : સર ગૅરી સોબર્સ

વિરાટ કોહલી આ અવૉર્ડનો હકદાર હતો : સર ગૅરી સોબર્સ

23 January, 2019 10:13 AM IST |
બિપિન દાણી

વિરાટ કોહલી આ અવૉર્ડનો હકદાર હતો : સર ગૅરી સોબર્સ

સર ગૅરી સોબર્સ

સર ગૅરી સોબર્સ


સતત બીજા વર્ષે પણ ICCના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકેની ગૅરી સોબર્સ ટ્રોફી જીતનાર વિરાટ કોહલીની પ્રશંસા કરવા માટે વેસ્ટ ઇન્ડિઝના મહાન ઑલરાઉન્ડર સોબર્સ પાસે વિશેષણો પણ ખૂટી પડ્યાં હતાં. સોબર્સે કહ્યું હતું કે ‘તમે તો આજે મારી સવાર સુધારી દીધી.’

આ પણ વાંચો : હાર્દિકની ગેરહાજરીમાં અમારે ત્રીજા ફાસ્ટ બોલરને રમાડવો પડે : કોહલી



બાર્બાડોસમાં સવારે આઠ વાગ્યે સોબર્સને આ સમાચાર ‘મિડ-ડે’એ સવર્પ્ર થમ જણાવ્યા ત્યારે તેમણે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘વિરાટ કોહલી શ્રેષ્ઠ ખેલાડી છે. તેની તોલે ભાગ્યે જ કોઈ ખેલાડી આવી શકે. એક કૅપ્ટન તરીકે પણ વિરાટ કોહલી ભારે બુદ્ધિમાન છે. ICCના વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો આ અવૉર્ડ મેળવવાનો તે સૌથી વધારે હકદાર હતો. એક માનવી તરીકે પણ વિરાટ ભારે ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. ભારતીય ટીમ અહીં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે આવી હતી ત્યારે હું તેને એક અથવા બે વખત ત્રિનિદાદ અને બાર્બાડોસમાં મળી ચૂક્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2019 10:13 AM IST | | બિપિન દાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK