કોહલી એક જબરદસ્ત પ્લેયર છે, અમે બન્ને મેદાનમાં સારું રમતા આવ્યા છીએ: સ્મિથ

Published: 21st June, 2020 19:47 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ સફળ પ્લેયરોમાં પોતાનું નામ ધરાવે છે

ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ સફળ પ્લેયરોમાં પોતાનું નામ ધરાવે છે. આ બન્ને દિગ્ગજ પ્લેયર વચ્ચે નંબર વન મેળવવા માટે પણ સતત રસાકસી જોવા મળે છે. એકબીજાના વિરોધમાં રમતા આ બન્ને વચ્ચે દોસ્તી પણ સારી એવી છે. કોહલી વિશે વાત કરતાં સ્મિથે કહ્યું કે ‘મેદાન બહાર કોહલી સાથે મારી ઘણી વાતચીત થતી હોય છે. ભારતમાં પરિસ્થિતિ કેવી છે એ વિશે પણ મેં થોડા સમય પહેલાં વાત કરી હતી. તે એક જબરદસ્ત પ્લેયર છે અને અમે મેદાનમાં એક સારો સમય પસાર કર્યો છે. આ ઉપરાંત અમે અમારી ટીમ માટે શક્ય એટલું સારું રમવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્લ્ડ કપમાં મને અને ડેવિડ વૉર્નરને ઇન્ડિયન દર્શકો હેરાન કરી રહ્યા હતા, પરંતુ કોહલીનું વર્તન અમને ઘણું ગમી ગયું હતું. અમે તેનાં વખાણ પણ કર્યાં હતાં. તે ખરેખર એક ઉમદા પ્લેયર છે અને તેની સાથે રમવા હું ઘણો આતુર છું. આ વર્ષે ઑસ્ટ્રેલિયા પણ ઘણું સારું પર્ફોર્મ કરીને આગળ આવી શકે છે. ખરું કહું તો કોહલી ત્રણે ફૉર્મેટમાં શાનદાર રમત રમી જાણે છે. તેણે ઘણા રેકૉર્ડ પણ તોડ્યા છે અને ભવિષ્યમાં હું તેને બીજા અન્ય રેકૉર્ડ તોડતા જોવા માગીશ. તેને રનની ભૂખ છે અને તેને અટકાવવો ઘણો અઘરો છે. તેમ છતાં જો અમે તેને અટકાવી શક્યા તો એ અમારા માટે સારી નિશાની છે.’  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK