Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી ક્લાસ પ્લેયર છે, તેનામાં ઘણી ઓછી ખામીઓ છે : સાઉધી

કોહલી ક્લાસ પ્લેયર છે, તેનામાં ઘણી ઓછી ખામીઓ છે : સાઉધી

11 February, 2020 10:27 AM IST | Mount Maunganui

કોહલી ક્લાસ પ્લેયર છે, તેનામાં ઘણી ઓછી ખામીઓ છે : સાઉધી

ટિમ સાઉધી

ટિમ સાઉધી


ઇન્ડિયન ક્રિકેટ ટીમ ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ જીતી હતી, પણ વન-ડે સિરીઝ હારી ગઈ છે છતાં વિરાટ કોહલીને એક ક્લાસ પ્લેયર ગણાવને વિરોધી ટીમના ધુઆંધાર બોલર ટિમ સાઉધીએ તેની પ્રશંસા કરી છે. કોહલીનાં વખાણ કરતાં સાઉધીએ કહ્યું હતું કે ‘દેખીતી રીતે કોહલી એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે, જેનામાં ઘણી ઓછી ખામીઓ છે. નવા બૉલ સાથે જો તમે ચોક્કસ જગ્યાએ બૉલ નાખો તો વિકેટ લેવામાં થોડી સરળતા રહે છે. મારા ખ્યાલથી એક બોલર તરીકે તમારું કામ વિકેટ લેવાનું છે અને જ્યારે તમે ફૉર્મમાં ચાલી રહેલા કોઈ મહત્ત્વના પ્લેયરની વિકેટ લો છો ત્યારે ઘણી સારી ફીલિંગ આવે છે. રન ચેઝ કરવામાં પણ કોહલીનો મુકાબલો નથી. ઇન્ડિયા સામે રમવામાં હંમેશાં મજા આવે છે. ટી૨૦ સિરીઝનું પરિણામ અમારા ધાર્યા પ્રમાણે ન આવ્યું, પણ અમે વન-ડેમાં સારું પર્ફોર્મ કરી શક્યા એ વાતનો આનંદ છે. જોકે અમારા કેટલાક ખાસ પ્લેયરોને અમે મિસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 10:27 AM IST | Mount Maunganui

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK