Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટર વિરાટ કોહલીનું બ્રાઝિલીયન મોડલ સાથે ઈલુ-ઈલુ!

ક્રિકેટર વિરાટ કોહલીનું બ્રાઝિલીયન મોડલ સાથે ઈલુ-ઈલુ!

12 November, 2012 08:55 AM IST |

ક્રિકેટર વિરાટ કોહલીનું બ્રાઝિલીયન મોડલ સાથે ઈલુ-ઈલુ!

ક્રિકેટર વિરાટ કોહલીનું બ્રાઝિલીયન મોડલ સાથે ઈલુ-ઈલુ!



નવી દિલ્હી : તા. 12 નવેમ્બર

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની કહેવાતી ગર્લફ્રેંડનું નામ ઈજાબેલ લિટે છે જે બ્રાઝિલની એક મોડલ છે. ઈજાબેલના મિત્રોના જણાવ્યા પ્રમાણે ઈજાબેલ અને વિરાટની ઓળખાણ એક એડના શૂટિંગ દરમિયાન સિંગાપુરમાં જ થઈ હતી. વિરાટ-ઈજાબેલની આ મુલાકાત થોડા સમય માટે જ હતી. પરંતુ ત્યારથી બંને વચ્ચે ઘનિષ્ઠાતા વધી હતી અને તેઓ એકબીજાની ખુબ નજીક છે. વિરાટ અગાઉ 7 જૂનના રોજ સિંગાપુરમાં ઈજાબેલ સાથે શોપિંગ મોલમાં ખરીદી કરતો નજરે પડ્યો હતો. જોકે વિરાટ પોતાની આ કહેવાતી ગર્લફ્રેંડ પ્રત્યે ખુબ જ સાવધ છે અને બંને હજી સુધી ભારતમાં ક્યારેય જાહેરમાં સાથે જોવા નથી મળ્યાં.

ઈજાબેલના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે ઈજાબેલ વિરાટને ખુબ જ પ્રેમ કરે છે. તે વિરાટના કારણે હાલ મુંબઈમાં સ્થાયી થઈ છે. અગાઉ પણ તે વિરાટને મળવા અવારનવાર દિલ્હી આવ્યા કરતી હતી. ઈજાબેલ પોતે ટીમ ઈન્ડિયાની મોટી પ્રશંસક હોવાનું ઘણીવાર સોશિયલ વેબસાઈટ ટ્વિટર પર જાહેર કરી ચુકી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2012 08:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK