Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટમાં ધોની જેવી મૅચને પારખવાનીટૅલન્ટ નથી : ધોનીના નાનપણના કોચ

વિરાટમાં ધોની જેવી મૅચને પારખવાનીટૅલન્ટ નથી : ધોનીના નાનપણના કોચ

10 May, 2019 11:04 AM IST | કલક્તા

વિરાટમાં ધોની જેવી મૅચને પારખવાનીટૅલન્ટ નથી : ધોનીના નાનપણના કોચ

વિરાટમાં ધોની જેવી મૅચને પારખવાનીટૅલન્ટ નથી : ધોનીના નાનપણના કોચ


મહેન્દ્ર સિંહ ધોનીના નાનપણના કોચ કેશવ રંજન બૅનરજીનું માનવું છે કે વિરાટ કોહલી કદાચ વિશ્વનો બેસ્ટ બૅટ્સમૅન હશે, પણ જ્યારે મૅચને પારખવાની વાત આવે ત્યારે કોહલી તેનાથી ઘણો દૂર રહી જાય છે. બૅનરજીએ એમએસ ધોની ક્રિકેટ ઍકૅડેમીના સમર કૅમ્પના લૉન્ચ વખતે મીડિયાને કહ્યું, ‘કોહલીએ ધોની પાસેથી સલાહ લેવાની જરૂર છે. ડેથ ઓવરમાં કોહલી બાઉન્ડરી પર ફીલ્ડિંગ કરતો હોય ત્યારે ધોની આસપાસની ફીલ્ડિંગ સેટ કરે છે. જો અત્યારે ધોની ભારતની ટીમમાં ન હોય તો કોહલીને કોઈ મદદ ન કરી શકે. મારો વ્યક્તિગત મત એ છે કે ધોનીએ વર્લ્ડ કપમાં ચોથા ક્રમે બૅટિંગ કરવી જોઈએ, કારણ કે જો તે ચોથા ક્રમે રમે તો બીજા આવનારા બૅટ્સમેનો શરૂઆતથી હિટિંગ કરી શકે. ચોથા ક્રમે રમે તો તે શરૂઆતમાં સેટ થવા થોડો સમય લીધા પછી હિટિંગ શરૂ કરી શકે છે. પાંચમા કે છઠ્ઠા ક્રમે રમે તો રિસ્ક લેવું અનિવાર્ય થઈ જાય.’

આ પણ વાંચોઃ સાક્ષી ધોનીથી રિતીકા સજદેહ, ક્રિકેટર્સની પત્નીઓ આ રીતે IPL કરી એન્જોય



તેમણે ધોનીના રિટાયરમેન્ટ વિશે કહ્યું, ‘શું તમે ધોનીને રિટાયર થતો જોવા માગો છો? શું તમે ધોનીનું ફિટનેસ લેવલ જોયું નથી? તેની ફિટનેસ શાનદાર છે. હું તેના રિટાયરમેન્ટ વિશે કંઈ ન કહી શકું. ઇવન, તેના પપ્પા કે વાઇફના રિટાયરમેન્ટ વિશે પણ નહીં. રિષભ પંતને ચાન્સ આપવો ઘણું વહેલું કહેવાશે. આપણી બેન્ચ સ્ટ્રેન્ગ્થ ઘણી મજબૂત છે, પંતનો ચાન્સ આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 11:04 AM IST | કલક્તા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK