કોહલી બની શકે છે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર : ગિલ્ક્રિસ્ટ

Published: 16th November, 2014 06:17 IST

ભારતના વિરાટ કોહલીમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટ-પ્લેયર બનવાની ક્ષમતા છે એવું ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઍડમ ગિલ્ક્રિસ્ટનું માનવું છે.ગિલ્ક્રિસ્ટનું આ બાબતે કહેવું હતું કે ટીમ ઇન્ડિયાનો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ વિરાટ કોહલી માટે મહત્વનો સાબિત થઈ શકે છે. જોકે કોહલીને વિદેશની ધરતી પર પ્રદર્શનની બાબતે થોડુંઘણું શીખવું પડશે, તેનામાં આ માટેની ભૂખ છે અને તે એ શીખી શકે છે. ૨૬ વર્ષનો વિરાટ કોહલી ૨૯ ટેસ્ટ-મૅચોમાં ૪૦ તથા ૧૪૫ વન-ડેમાં ૫૦ની ઍવરેજથી રન બનાવી રહ્યો છે.

રેગ્યુલર કૅપ્ટન મહેન્દ્ર સિંહ

ધોનીની અનુપસ્થિતિમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સિરીઝમાં ભારતનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે, પણ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ધોની ન રમવાનો હોવાથી કોહલીના નેતૃત્વની ખરી કસોટી થશે. આ બાબતે ઍડમ ગિલ્ક્રિસ્ટનું કહેવું હતું કે કોહલી માટે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મોટો મોકો સાબિત થશે.

ઉપરાંત ધોનીની કૅપ્ટન્સીનાં પણ ગિલ્ક્રિસ્ટે વખાણ કર્યા હતાં. આ બાબતે ગિલ્ક્રિસ્ટનું કહેવું હતું કે ‘ધોની ખૂબ જ સારો કૅપ્ટન છે અને બધા પર તેનો પ્રભાવ પડે છે તેમ જ ધોની શાંતિ અને સંયમ સાથે કામ પાર પાડે છે એટલું જ નહીં; ધોનીને ક્યારેક જ મેદાન પર ગુસ્સામાં જોયો છે. ધોનીની આગેવાની હેઠળ જ ભારતે ૨૦૦૭માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત ૨૦૦૯-૨૦૧૧ના ડિસેમ્બર સુધી ટેસ્ટ-રૅન્કિંગમાં પહેલા સ્થાને રહ્યું હતું અને ૨૦૧૧માં પણ વર્લ્ડ કપ જીત્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK