Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતો ઇન્ડિયન બન્યો કોહલી

ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતો ઇન્ડિયન બન્યો કોહલી

19 February, 2020 07:40 AM IST | Mumbai

ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતો ઇન્ડિયન બન્યો કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ક્રિકેટના મેદાન પર અનેક રેકૉર્ડ બનાવતા વિરાટ કોહલીએ હાલમાં સોશ્યલ મીડિયા પર પણ એક રેકૉર્ડ કર્યો છે. વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પરના ફૉલોઅર્સની સંખ્યા પાંચ કરોડ સુધી પહોંચી ગઈ છે અને આટલા ફૉલોઅર્સ ધરાવતો તે પહેલો ભારતીય બન્યો છે. કોહલી બાદ ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસ ૪.૯૯ કરોડ ફૉલોઅર્સ સાથે બીજા સ્થાને, દીપિકા પાદુકોણ ૪.૪૧ કરોડ ફૉલોઅર્સ સાથે ભારતમાં ત્રીજા સ્થાને છે. કોહલીએ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર કુલ ૯૩૦ પોસ્ટ કરી છે અને તે ૪૮૦ લોકોને ફૉલો કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કુલ ૩.૪૫ કરોડ ફૉલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર છે. 

પોર્ટુગલનો દિગ્ગજ ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૨૦ કરોડ ફૉલોઅર્સ સાથે વર્લ્ડમાં નંબર-વન છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 07:40 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK