આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર રન કરનાર ખેલાડી બન્યો

Updated: 27th June, 2019 19:26 IST | Manchester

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઝડપી 20 હજાર રનનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વિન્ડીઝના લારાના નામે હતો.

વિરાટ કોહલી (PC : ICC)
વિરાટ કોહલી (PC : ICC)

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં એક પછી એક રેકોર્ડ નોંધાતા જાય છે અને તુટતા જાય છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો. કોહલીએ આ મેચમાં 37 રન બનાવતા જ 417 ઈનિગંમાં (131 ટેસ્ટ, 224 વનડે અને 62 ટી20)માં 20 હજાર રનનો આંકડો પાર કર્યો છે. આ મુકામ પર પહોંચનારો તે 12મો બેટ્સમેન અને ત્રીજો ભારતીય બની ગયો છે.  કોહલીથી વધુ રન સચિન (34357) અને રાહુલ દ્રવિડ  (24208)એ બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય રનઃ કોહલી સૌથી ઝડપી

1) 15,000 આંતરરાષ્ટ્રીય રન (333 ઈનિંગ)
2) 16,000 આંતરરાષ્ટ્રીય રન (350 ઈનિંગ)
3) 17,000 આંતરરાષ્ટ્રીય રન (363 ઈનિંગ)
4) 18,000 આંતરરાષ્ટ્રીય રન (382 ઈનિંગ)
5) 19,000 આંતરરાષ્ટ્રીય રન (399 ઈનિંગ)
6) 20,000 આંતરરાષ્ટ્રીય રન (417 ઈનિંગ)વિરાટનું આંતરરાષ્ટ્રીય કરિયર
1) વનડે આંતરરાષ્ટ્રીયઃ 224 ઈનિંગસ 11124*, રન, 41 સદી
2) ટેસ્ટઃ 131 ઈનિંગ, 6613 રન, 25 સદી
3) ટી20 આંતરરાષ્ટ્રીયઃ 62 ઈનિંગ, 2263 રન


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

તેંડુલકર અને લારા બંન્ને 453 ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઈનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કર્યો હતો. કોહલી આ દિવસોમાં શાનાદર ફોર્મમાં છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેણે 77 રનની ઈનિંગ દરમિયાન સૌથી ઝડપી 11 હજાર વનડે રન બનાવવાનો કીર્તિમાન પોતાના નામે કર્યો હતો.

First Published: 27th June, 2019 18:19 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK