Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલી બન્યો પીટા ઇન્ડિયા પર્સન ઑફ ધ યર

વિરાટ કોહલી બન્યો પીટા ઇન્ડિયા પર્સન ઑફ ધ યર

21 November, 2019 11:43 AM IST | Mumbai

વિરાટ કોહલી બન્યો પીટા ઇન્ડિયા પર્સન ઑફ ધ યર

વિરાટ કોહલીને મળ્યો અવૉર્ડ

વિરાટ કોહલીને મળ્યો અવૉર્ડ


વિરાટ કોહલીને તાજેતરમાં પીપલ ફૉર ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (પીટા)ના ભારતના ‘પર્સન ઑફ ધ યર’ તરીકે જાહેર કરાયો છે. પ્રાણીઓ પ્રત્યેના કોહલીનાં પ્રેમ અને પ્રયત્નોને ધ્યાનમાં રાખીને તેને આ ઉપાધિ આપવામાં આવી છે. પ્રાણીઓની સ્થિતિ સુધારવા કોહલીએ પીટાને એક પત્ર પણ લખ્યો હતો જેમાં માલતી નામની હાથણીને મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. આમેર ફોર્ટ પર સવારી કરવા માટે આ હાથણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે કેટલાક લોકો હાથણીને મારી રહ્યા હતા અને એ વિશે કોહલીએ આ પત્ર લખ્યો હતો. બૅન્ગલોરમાં ઈજાગ્રસ્ત અને અગાઉ ઉપેક્ષિત કૂતરાઓની તપાસ માટે કોહલીએ પ્રાણી આશ્રયની મુલાકાત લીધી હતી તેમ જ તેમના ચાહકોને પ્રાણીઓ ખરીદવાને બદલે તેમને દત્તક લેવાનો સંદેશ આપ્યો હતો. કોહલી ઉપરાંત અગાઉ કૉન્ગ્રેસના નેતા શશી થરૂર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે. એસ. પાણિકર રાધાકૃષ્ણન અને અનુષ્કા શર્મા, હેમા માલિની, આર. માધવન અને જૅકલીન ફર્નાન્ડિઝને પીટા ઇન્ડિયા પર્સન ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 11:43 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK