ભારતીય ફેન્સના કારણે વિરાટ કોહલીએ સ્ટીવ સ્મિથથી માગી માફી, જાણો કારણ

Jun 11, 2019, 13:00 IST

ધ રન મશીન અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં રમાયેલી મેચ દરમિયાન વિરાટ કહોલીએ સ્ટીવ સ્મિથની માફી માગી હતી. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને ફરી એકવાર હૂટિંગનો શિકાર બન્યા હતા

ભારતીય ફેન્સના કારણે વિરાટ કોહલીએ સ્ટીવ સ્મિથથી માગી માફી, જાણો કારણ
વિરાટે માગી સ્મિથની માફી

ધ રન મશીન અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં રમાયેલી મેચ દરમિયાન વિરાટ કહોલીએ સ્ટીવ સ્મિથની માફી માગી હતી. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને ફરી એકવાર હૂટિંગનો શિકાર બન્યા હતા જેમાં ભારતીય ટીમના સમર્થકો પણ હતા. હૂટિંગ કરી રહેલા સમર્થકોને વિરાટ કહોલીએ શાંત કર્યા હતા. વિરાટ કોહલીએ ભારતીય સમર્થકોના આ વ્યવહાર માટે સ્ટીવ સ્મિથની માફી માગી હતી.

ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સમર્થકોએ પાછળથી 'ચીટર ચીટર'ના નારા લગાવ્યા હતા. સ્ટીવ સ્મિથ સાથેના આ વ્યવહારને વિરાટ કોહલી જોઈ શક્યા હતા નહી અને તેમણે સમર્થકોને શાંત કર્યા હતા એટલું જ નહી ભારતીય સમર્થકો વતી સ્ટીવ સ્મિથની માફી પણ માગી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કેપ્ટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે બોલ સાથે છેડછાડ કરવા બાબતે ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથને દોષી જાહેર કરાયા હતા અને બન્ને પ્લેયર પર એક વર્ષનું બૅન પર મુકવામાં આવ્યું હતું. એક વર્ષના બૅન પછી બન્ને ખેલાડીઓ આઈપીએલ સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યા હતા. આ પહેલા પણ વૉર્નર અને સ્ટીવ હૂટિંગનો શિકાર બની ચૂક્યા છે.

આ પણ વાંચો: World Cup 2019: ન્યૂઝીલેન્ડ સામે શિખર ધવનના રમવા સામે પ્રશ્નાર્થ

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. શિખર ધવને મેચમાં ધમાકેદાર ઈનિંગ રમતા સેન્ચુરી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 3 મેચમાં 2 જીત મેળવી છે જ્યારે ભારતે 2 મેચ રમી છે અને 2 જીતી છે. ભારત 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK