કોહલી-રોહિત ટી20માં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં પહેલા ક્રમે

Published: Dec 13, 2019, 15:42 IST | Mumbai

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી૨૦ મૅચમાં ફીલ્ડિંગ વખતે ભારતની કમાન રોહિત શર્માના હાથમાં આપી વિરાટ મેદાનની બહાર જતો રહ્યો હતો, પણ પહેલી ઇનિંગમાં આ બન્ને બૅટ્સમેનોએ ધમાકેદાર પારી રમી હતી.

(આઇ.એ.એન.એસ.) વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી૨૦ મૅચમાં ફીલ્ડિંગ વખતે ભારતની કમાન રોહિત શર્માના હાથમાં આપી વિરાટ મેદાનની બહાર જતો રહ્યો હતો, પણ પહેલી ઇનિંગમાં આ બન્ને બૅટ્સમેનોએ ધમાકેદાર પારી રમી હતી. રોહિતે 71 રન જ્યારે કોહલીએ નૉટઆઉટ 70 રન બનાવ્યા હતા.

ઇન્ટરનૅશનલ ટી20 મૅચોથી આ બન્ને પ્લેયરો વચ્ચે સૌથી વધારે રન કરવાના મામલે ભાગંભાગ ચાલી રહી હતી. જોકે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી૨૦ સિરીઝ પૂરી થતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વ્યક્તિગત રીતે 2633 રન બનાવી લીધા છે. વિરાટે આટલા રન કરવા 70 ઇનિંગ્સ જ્યારે રોહિતે 96 ઇનિંગ્સ રમી છે જેમાં તેમણે અનુક્રમે 52.66 અને 32.10ની ઍવરેજથી આટલા રન બનાવ્યા છે. રોહિત અને કોહલી બાદ આ યાદીમાં ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ગપ્ટિલ 2436 રન સાથે ત્રીજા સ્થાને, શોહેબ મલિક 2263 રન સાથે ચોથા સ્થાને અને બ્રેન્ડન મૅક્લમ 2140 રન સાથે પાંચમા સ્થાને છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK