વિરાટ કોહલીને પત્નીએ કહ્યું, મને પ્રાણીઓ ગમે છે એટલે તારી સાથે રહેવું ગમે છે

Published: Aug 12, 2020, 17:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતીય કપ્તાન અને પત્ની અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ફન ચેલેજન્માં લીધો ભાગ, એકબીજાને કેટલું જાણે છે તે છતું કર્યું

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક ફન ચેલેન્જમાં ભાગ લીધો હતો. આ વીડિયોમાં બન્ને એકબીજાને પ્રશ્ન પૂછે છે એ સાબિત કરવા માટે કે કોણ કોને વધુ સારી રીતે ઓળખે છે. વિરાટ અનુષ્કાને ક્રિકેટ અને અનુષ્કા વિરાટને બૉલીવુડ સંબંધિત પ્રશ્નો પણ પૂછે છે. દરમિયાન હસતાં હસતાં અનુષ્કા શર્મા કહે છે કે, મને પ્રાણીઓ બહુ ગમે છે અને વિરાટ એટલે જ મને તારી સાથે રહેવું પણ ગમે છે.

વીડિયોની શરૂઆતમાં અનુષ્કા શર્મા કહે છે કે, 'હાઈ ઇન્સ્ટાગ્રામ, અમે અનુષ્કા અને વિરાટ. હું ફિલ્મ એક્ટ્રેસ અને વિરાટ ક્રિકેટર છે. અમે તમને અમારી સાથે બ્રેક લેવા આમંત્રણ આપીએ છીએ. એકબીજાને આટલાં વર્ષોથી, આટલી નીકટતાથી ઓળખતાં હોઈએ ત્યારે એકબીજાની રસપ્રદ અને રમૂજભરી વાતો શેર કરવાનું પણ આપણને ગમતું હોય છે.' વિરાટ કોહલીએ વાત આગળ વધારતા કહ્યું કે, 'અને અમે આજે એક બીજાને અમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે પ્રશ્નો પૂછવાના છીએ. ચલો જાણીએ અનુષ્કાને ક્રિકેટ વિશે કેટલી ખબર છે.' 'અને વિરાટને બોલીવુડ વિશે,' અનુષ્કાએ કહ્યું.

આવો તમને જણાવીએ કે વીડિયોમાં બન્ને વચ્ચે કેવા સવાલો થાય છે, એ પણ તેમના જ શબ્દોમાં:

રાઉન્ડ 1

અનુષ્કા: પહેલી હિન્દી ફીચર ફિલ્મનું નામ શુ હતું?

વિરાટ: મેરા આંગન.. (બંને ખડખડાટ હસે છે)... ના મને નથી ખબરઅનુષ્કા: રાજા હરિશચંદ્રઅનુષ્કા: બે ફિલ્મો જેની થીમ ક્રિકેટ હોય, જલ્દી પાંચ સેકન્ડમાં જવાબ આપ.

વિરાટ: લગાન અને પટિયાલા હાઉસ..

વિરાટ: ક્રિકેટના ત્રણ બેઝિક રુલ્સ કહે.

અનુષ્કા: નંબર 1. આઉટ નહિ થવાનું.

વિરાટ: એ રુલ નહિ ઈચ્છા (વિશ) છે.. હસે છે

અનુષ્કા: નંબર 2. ડોન્ટ ક્વિટ ધ ગેમ.

વિરાટ: તેવું થવું જોઈએ. પણ એ રુલ નથી.

અનુષ્કા: મને બહુ બધા ખબર છે. મને સાચ્ચેમાં ખબર છે, મસ્તી કરતી હતી. હવે કહું છું. 1) પાવરપ્લેમાં માત્ર 2 ખેલાડીઓ સર્કલની બહાર ઉભા રહી શકે છે. 2) બોલિંગ ક્રિઝની બહારથી બોલિંગ કરી શકો નહિ. 3) ગ્રાઉન્ડની બહાર સીધો બોલ જાય તો સિક્સ, ટપ્પી પડીને જાય તો ફોર. ક્રિકેટમાં ઘણા અઘરા રુલ્સ પણ છે, મને બધા ખબર છે. કોઈને ગેમ વિશે ખબર ન હોય અને જોતું હોય એટલે મેં ઇઝી રુલ્સ કહ્યા.

વિરાટ: વુમન્સ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે?

અનુષ્કા: તને લાગે છે મને ખબર હશે?

વિરાટ: ના

અનુષ્કા: જૂલન ગોસ્વામી

વિરાટ: ક્યા ગ્રાઉન્ડને હોમ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે?

અનુષ્કા: લોર્ડ્સ

 

રાઉન્ડ 2: રેપીડ ફાયર

વિરાટે કહ્યું કે, આ રાઉન્ડમાં અમે પોતાના વિશે એકબીજાને પ્રશ્નો પૂછશું.

વિરાટ: માઉન્ટેન કે બીચ

અનુષ્કા: માઉન્ટેન

અનુષ્કા: એક વસ્તુ જે મને (અનુષ્કાને) ગમે છે

વિરાટ: એનિમલ્સ (પ્રાણીઓ) સાથે રહેવું

અનુષ્કા: હા, પણ જવાબ તું છે

વિરાટ. મને તારી સાથે રહેવું ગમે છે. તું મને ખુશ કરે છે

વિરાટ: મેં આ જવાબ ખોટો કઈ રીતે આપ્યો. ડેટ્સ વેરી સ્વીટ ઓફ યૂ.

અનુષ્કા: પોતે પોતાના પ્રશ્ન વાંચે છે, વિરાટને શુ ખુશ કરે છે

અનુષ્કા: હું. અનુષ્કા. તું ના ન પાડી શકે.

વિરાટ: અફકોર્સ આ સાચું છે. ખોટું કઈ રીતે હોય શકે

વિરાટ: તું ઓગસ્ટ 2019માં શુ કરતી હતી?

અનુષ્કા: હમમમ... ઇન્ડિયા ટૂર પર કોઈ ટીમ આવી હતી?

વિરાટ: ના, તું મારી સાથે વેસ્ટ ઇન્ડીઝ હતી.

વિરાટ: મારી ફેવરિટ એક્સરસાઇઝ?

અનુષ્કા: સ્નેચ

વિરાટ: યસ અને તારી ડેડ લિફ્ટ

 

રાઉન્ડ 3

અનુષ્કા: આપણામાં ખરાબ ફોટોગ્રાફર કોણ છે?

વિરાટ: હું

અનુષ્કા: આગામી 24 કલાકમાં પિત્ઝા કોણ ખાઈ શકે?

વિરાટ: તું

અનુષ્કા: સ્પેસ મિશન પર કોણ જઈ શકે?

વિરાટ: હું

અનુષ્કા: આપણામાં લાંબો સમય શ્વાસ કોણ રોકી શકે? ઓહ આપણે આ ટ્રાય કરેલું છું.

વિરાટ: હું... મેં વધુ સમય શ્વાસ રોક્યો હતો.

અનુષ્કા: ના, મારા પેરેન્ટ્સે ચિટિંગ કરી હતી અને કહ્યું હતું કે, તે રોક્યો છે. પરંતુ હકીકતમાં મેં રોક્યો હતો. લેટ્સ એગ્રી ટૂ ડિસએગ્રી. મેરેજ!

અનુષ્કા: પ્લાન્ટ્સ સાથે કોણ વાત કરે એવું છે?

વિરાટ: તું... આ કોઈ પ્રશ્ન પણ નથી

અનુષ્કા: કોણ પિક્ચર જોતી વખતે સૂઈ શકે છે?

વિરાટ: હું...

અનુષ્કા: પિક્ચર જોતી વખતે હું વિરાટ તરફ જોઉં કે એ જાગે છે કે નહિ, તેને કહું કે જાગતો રહે. મને આ પિક્ચર બહુ ગમે છે.

વિરાટ: તેનાથી મને વધુ નિંદર આવે.

અનુષ્કા: મુસીબતમાં આવવાની વધુ સંભાવના કોની છે?

અનુષ્કા: મારી

વિરાટ: હંમેશા....

અનુષ્કા: કોણ દુનિયા બદલી શકે?

વિરાટ: તું, કારણકે તું એકદમ ક્લિયર છો કે તારું શુ કરવું છે. તેથી હું કહીશ. તું.

અનુષ્કા: ફાઈટ પછી પહેલા સોરી કોણ કહેશે?

અનુષ્કા: હું... હું તરત સોરી કહી દઉં છું

અનુષ્કા: ચેસની રમત કોણ જીતશે?

અનુષ્કા: મને નથી લાગતું કોઈપણ જીતે

વિરાટ: હા મને પણ ... અમને બંનેમાથી કોઈને આવડતું નથી

અનુષ્કા: બન્નેમાં ખરાબ રીતે કોણ સોર લૂઝર છે? (હાર સહન ન કરી શકે)

વિરાટ: હું.

વીડિયોમાં ક્વીઝ રમ્યા બાદ વિરાટ કોહલી કહે છે કે, અમને ખબર નથી કે કોણ જીત્યું પણ હું આ ગેમને ડ્રો ડિક્લેર કરીશ. સાથે જ બન્ને જણ ખુશ રહેવાનો, સ્વસ્થ રહેવાનો, સુરક્ષિત રહેવાનો અને પરિવારજનો સાથે સમય પસાર કરવાનો સંદેશ આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK