સેમી ફાઈનલ પહેલા અનુષ્કા સાથે વિરાટની મસ્તી, જુઓ ફોટોઝ

Jul 08, 2019, 19:33 IST

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ટીમ ઈન્ડિયા અને પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે માન્ચેસ્ટર પહોચી ગઈ છે. માન્ચેસ્ટરના રસ્તાઓ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરતા જોવા મળ્યા હતા.

વિરાટ સાથે અનુષ્કા શર્માની મસ્તી
વિરાટ સાથે અનુષ્કા શર્માની મસ્તી

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ટીમ ઈન્ડિયા અને પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે માન્ચેસ્ટર પહોચી ગઈ છે. માન્ચેસ્ટરના રસ્તાઓ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરતા જોવા મળ્યા હતા. અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કર્યા હતા જેમાં વિરાટ અને અનુષ્કા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફોટોઝમાં વિરાટ કોહલી રિલેક્સ જોવા મળી ગયો છે અને અનુષ્કા શર્મા પણ ઘણી ખુશ જોવા મળી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફેન્સ સાથે ફોટોઝ પણ ક્લિક કરી હતી.

 
 
 
View this post on Instagram

New

A post shared by Anushka Sharma Fan Page. (@anushkasharma.xx) onJul 7, 2019 at 10:15am PDT

અનુષ્કા શર્મા ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા માન્ચેસ્ટર પહોચી હતી. અનુષ્કા શર્મા ભારતીય ટીમને ચિઅર કરતી જોવા મળી હતી. અનુષ્કા શર્મા મેચમાં ખાખી રંગની ડ્રેસમાં જોવા મળી હતી. આ પહેલીવાર નથી જ્યારે અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોચી આ પહેલા પણ અનુષ્કા શર્માં વિરાટ કોહલીને સપોર્ટ કરતી જોવા મળી છે. લગ્ન પછી નહી લગ્ન પહેલા પણ કપલ એકસાથે ટાઈમ સ્પેન્ડ કરતું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: IND VS NZ: સેમીફાઇનલને લઈને વિરાટ કોહલીનું નિવેદન

ભારત અને ન્યુ ઝીલેન્ડ માટે 9 જુન 2019 વર્લ્ડ કપ 2019 માટે મહત્વનો દિવસ છે. મંગળવારે ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી મેચ શરૂ થશે. સેમી ફાઈનલ વિજેતા 14 જુલાઈએ વર્લ્ડ કપની ફાઈનલ રમશે. મહત્વનું એ છે કે, ભારત - ન્યુ ઝીલેન્ડ મેચ પર વરસાદનો ખતરો છે ત્યારે દર્શકો જરૂરથી પ્રાર્થના કરશે કે મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બને નહી અને રોમાંચક મેચનો લાભ ઉઠાવી શકાય. આ મેચમાં પણ અનુષ્કા શર્મા ટીમ ઈન્ડિયાને ચીઅર કરતી જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK