વિરાટ કોહલીએ કહ્યું હાર સ્વીકારવી મુશ્કેલ, જાડેજા અને ધોનીના કર્યા વખાણ

Manchester | Jul 10, 2019, 23:40 IST

વરસાદનાં કારણે મેચ પુરી થઇ શકી નહોતી અને આ મેચ બુધવારે પુરી થઇ. કીવી ટીમે ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા અને ભારત 49.3 ઑવરમાં 221 રન જ બનાવી શક્યું.

વિરાટ કોહલીએ કહ્યું હાર સ્વીકારવી મુશ્કેલ, જાડેજા અને ધોનીના કર્યા વખાણ

Manchester : ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 18 રને ટીમ ઇન્ડિયાને હરાવી ફાઇનલમાં પગ મુક્યો છે. મંગળવારનાં વરસાદનાં કારણે મેચ પુરી થઇ શકી નહોતી અને આ મેચ બુધવારે પુરી થઇ. કીવી ટીમે ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા અને ભારત 49.3 ઑવરમાં 221 રન જ બનાવી શક્યું.


ભારતની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ઘણો જ દુ:ખી જોવા મળ્યો. તેણે મેચ બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું, “હારને સ્વીકારવી મુશ્કેલ થઇ રહી છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. પહેલા હાફમાં અમારું પ્રદર્શન સારું રહ્યું. અમે વિચાર્યું હતુ કે અમે ન્યૂઝીલેન્ડને એવા સ્કોર પર રોક્યું છે જે મેળવવો શક્ય છે, પરંતુ જે રીતે તેમણે બૉલિંગ કરી તેના કારણે અમે હાર્યા.” કોહલીએ કહ્યું કે, “જ્યારે તમે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરો છો અને ફક્ત 45 મિનિટનાં ખરાબ પ્રદર્શનનાં કારણે હારી જાઓ છો ત્યારે ખોટું લાગે છે.”

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

જાડેજાની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, “મને લાગે છે કે ન્યૂઝીલેન્ડનાં બૉલરોએ જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે સૌએ જોવું જોઇએ. જાડેજાએ ઘણી સારી રમત દર્શાવી. તેનું પ્રદર્શન ઘણું જ સકારાત્મક રહ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર છે. તેમણે અમારા પર દબાવ બનાવ્યો. મને લાગે છે કે અમારું શૉટ સિલેક્સન વધારે સારું થઇ શકતુ હતુ.” ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 59 બૉલમાં 77 રન બનાવ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીએ 72 બૉલમાં 50 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે સદીની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ભારત જીત મેળવી શક્યું નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK