અલગ જ માહોલને હોવાને કારણે આઇપીએલ મને ગમે છે : કોહલી

Published: May 11, 2020, 11:02 IST | Agencies | New Delhi

ક્રિકેટમાં આઇપીએલની વાત આવે એટલે એક અલગ જ છબિ મન-મગજ પર છવાઈ જાય છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

ક્રિકેટમાં આઇપીએલની વાત આવે એટલે એક અલગ જ છબિ મન-મગજ પર છવાઈ જાય છે. વિરાટ કોહલીનો પણ કંઈક આવો જ અનુભવ છે. વિરાટ આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનું નેતૃત્વ કરે છે. 

આઇપીએલના માહોલ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘તમે દરેક ટીમ સામે દરેક ટુર્નામેન્ટ રમો છો. આઇસીસીની પણ જે-તે ટુર્નામેન્ટ આવતી રહે છે, પણ કોઈ પણ ટુર્નામેન્ટમાં તમે અન્ય ટીમના પ્લેયર સાથે વધારે વાતચીત નથી કરી શકતા, જ્યારે આઇપીએલમાં તમે દર સેકન્ડે બીજી ટીમના પ્લેયરને મળી શકો છો. આઇપીએલની આ જ ખાસિયત છે કે ત્યાંનું વાતાવરણ, ત્યાંનો માહોલ એકદમ અલગ જ હોય છે. મને આ ટુર્નામેન્ટ ઘણી ગમે છે અને તમે તમારી ગેમના અન્ય પ્લેયર સાથે મળો છો, તેમની સાથે વાતો કરો છો, એ બધુંઘણું સારું લાગે છે. અહીં પ્લેયર, ચાહક અને દર્શક વચ્ચે સંબંધ સ્થપાય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK