ધોની અને રોહિતને કારણે વિરાટ અસરકારક કૅપ્ટન બન્યો: ગૌતમ ગંભીર

Published: Sep 21, 2019, 11:04 IST | અમદાવાદ

સ્પષ્ટવક્તા અને દિલ્હીના સંસદસભ્ય ગૌતમનું ગંભીર બયાન

વિરાટ કોહલી
વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર અને સ્પષ્ટવક્તા તરીકે પોતાની છાપ છોડનારા ગૌતમ ગંભીરે હાલના ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની કૅપ્ટન્સી સંદર્ભમાં વાત કરતાં મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને જવાબદાર ગણાવ્યા છે.

આ મુદ્દે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં કોહલીનું પ્રદર્શન સારું હતું, પણ તેણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આજે તે એક સારા કૅપ્ટન તરીકે ઓળખાય છે તો તેની પાછળ ધોની અને રોહિતનું મોટું યોગદાન છે. તમે એક સફળ કૅપ્ટન ત્યારે જ કહેવાઓ જ્યારે તમે કોઈ ફ્રૅન્ચાઇઝી માટે રમતા હો. આઇપીએલમાં તમે ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને અને રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સને જોઈ લો. આ બન્ને ટીમ સામે રૉયલ ચૅલેન્જર્સની સરખામણી કરી જોશો તો જવાબ આપોઆપ મળી જશે.’

આ પણ વાંચો : ધોનીને ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે: સુનીલ ગાવસકર

આ વિષય ઉપરાંત ટેસ્ટ મૅચમાં રોહિત ઓપનિંગ કરવા આવે એ મુદ્દા પર પોતાનો ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે ‘રોહિત જેવા પ્લેયરને જો પ્લેયર ઇલેવનમાં સ્થાન ન આપી શકાતું હોય તો તેને ૧૫-૧૬ પ્લેયરોની સ્ક્વૉડમાં સામેલ કરવાનો કોઈ અર્થ નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK