“કાંગારૂઓને સ્લેજિંગનો જવાબ બૅટથી આપીને પાછો આવ્યો છું”

Published: 30th August, 2012 02:53 IST

ગઈ કાલે મુંબઈથી અમદાવાદ પહોંચ્યા પછી પોતાના ઘરની નજીક કારમાંથી ચાહકોના અભિનંદનનો આભાર માનતી વખતે ભારતની વીર્લ્ડ ચૅમ્પિયન અન્ડર-૧૯ ટીમનો વિકેટકીપર-બૅટ્સમૅન સ્મિત પટેલ અને બીજો પ્લેયર રુશ કાલરિયા.

સ્મિત અમદાવાદનો અને રુશ રાજકોટનો છે. ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં કૅપ્ટન અને સેન્ચુરિયન ઉન્મુક્ત ચંદ સાથેની જોડીમાં રમીને ટ્રોફીવિનિંગ અણનમ હાફ સેન્ચુરી કરનાર સ્મિતે ટુર્નામેન્ટમાં ૧૭૮ રન બનાવ્યા હતા અને વિકેટની પાછળ ૧૪ શિકાર કર્યા હતા. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંગારૂઓએ મને સ્લેજિંગથી પ્રેશરમાં લાવવાની કોશિશ કરી હતી, પરંતુ હું ડગ્યો નહોતો. મેં તેમને એનો જવાબ બૅટથી આપ્યો હતો.’ તસવીરો : નીરવ ત્રિવેદી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK