Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફિલૅન્ડર-રબાડાએ રાખ્યો રંગ

ફિલૅન્ડર-રબાડાએ રાખ્યો રંગ

28 December, 2019 01:35 PM IST | Centurion

ફિલૅન્ડર-રબાડાએ રાખ્યો રંગ

ફિલૅન્ડર

ફિલૅન્ડર


સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે ગજબની ગેમ જોવા મળી હતી. ૨૮૪ રને ઑલઆઉટ થયા બાદ સાઉથ આફ્રિકાએ ઇંગ્લૅન્ડને ૧૮૧ પર ઑલઆઉટ કરી દીધું હતું.

rabada



સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગમાં ચાર વિકેટે ૭૨ રન કર્યા છે. પહેલી ઇનિંગમાં પણ ટોચના બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા અને બીજી ઇનિંગમાં પણ સાઉથ આફ્રિકાના એવા જ હાલ છે. તેમનો તારણહાર ક્વિન્ટન ડી કૉક હજી બૅટિંગ પર આવવાનો બાકી છે. રસી વૅન ડર ડુસેન ૧૭ અને એનરિચ નોર્ટજે ચાર રન કરીને રમતમાં છે.


ઇંગ્લૅન્ડની ઇનિંગમાં વર્નોન ફિલૅન્ડરે ચાર વિકેટ લીધી હતી અને કેગિસો રબાડાએ ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ રન જૉ ડેનલી ૫૦ અને બેન સ્ટોક્સે ૩૫ રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડ આઉટ થયા બાદ તેમના જોફ્રા આર્ચરે બે વિકેટ તેમ જ જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડે એક-એક વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2019 01:35 PM IST | Centurion

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK